નવી દિલ્હી : ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની બેંચે પીઆઈએલને ફગાવી દીધી હતી. જેમાં પીએમ કેયર્સ ફંડની માન્યતાને પડકારવામાં આવી હતી. સીજેઆઈએ નારાજગી સાથે કહ્યું કે આ સંપૂર્ણ ગેરસમજ છે અને આ અરજીને નકારવામાં આવી છે.
કોવિડ-19ઃ PM CARESને પડકારતી જાહેરહિતની અરજી સુપ્રીમે ફગાવી - COVID-19: SC dismisses PIL challenging PM care fund
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે એડવોકેટ એમ.એલ. શર્મા દ્વારા દાખલ કરેલી પીઆઈએલને ફગાવી દીધી હતી. આ અરજીમાં પીએમ કેયર્સ ફંડની માન્યતાને પડકાર ફેંક્યો હતો.
કોવિડ-19ઃ PM CARESને પડકારતી જાહેરહિતની અરજી સુપ્રીમે ફગાવી
એડવોકેટ એમ.એલ. શર્માએ પીએમ કેયર્સ ફંડને "ભ્રષ્ટાચાર સિવાય કંઇ નહીં" ગણાવીને અરજી કરી હતી.
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ પીએમ કેયર્સમાં પૈસા દાનમાં આપ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ અને વકીલોએ પણ ફંડમાં કરોડોની રકમ દાનમાં આપી છે.