ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઇ - વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ

વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં 3 સભ્યોની તપાસ સમિતિની રચના માટે મંજૂરી મળી છે.

sc-approves-three-member-commission-to-inquire-vikas-dubey-encounter-case
વિકાસ દુબે એન્કાઉન્ટર કેસ: સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં બની સમિતિ

By

Published : Jul 22, 2020, 5:43 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચનાને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી.એસ.ચૌહાણ આ અધ્યક્ષતા સંભાળશે. કોર્ટે સમિતિને 2 મહિનામાં રાજ્ય સરકાર અને સુપ્રીમ કોર્ટને રિપોર્ટ કરવા જણાવ્યું છે. આ કેસમાં કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી ઘટનાઓ ફરીથી ન બને.

કુખ્યાત હિસ્ટ્રીશીટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સમિતિની રચના કરી હતી. સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારે સમિતિમાં નિવૃત્ત ન્યાયાધીશ અને ઉચ્ચ અદાલતના પોલીસ અધિકારીના સમાવેશ અંગે વિચાર કરવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ગુનેગાર વિરુદ્ધ ઘણા બધા કેસ નોંધાયા હોવા છતાં, તેને જામીન મેળી હતી, તેનાથી સ્તબ્ધ છે. ચીફ જસ્ટિસ એસએ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ તે અરજીઓની સુનાવણી કરી રહી હતી.

શું છે સમગ્ર મામલો ?

વોન્ટેડ ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર કેસમાં યુપી પોલીસના જણાવ્યા અનુસાર 10 જુલાઈની સવારે એક એન્કાઉન્ટરમાં દુબેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઇ જતા પોલીસ વાહનને ભૌતી વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. સ્થળ પરથી વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસે પોલીસકર્મીઓ ઉપર ફાયરિંગ પણ કર્યું હતું.

આ ઘટના સંદર્ભે કાનપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે, વિકાસ દુબેએ ભાગી જવાની કોશિશ કરતા ગોળીબાર કર્યો હતો. જેમાં 4 પોલીસ જવાન ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા દુબેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ એન્કાઉન્ટર પૂર્વે, વિકાસ દુબેના સહયોગી પણ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

આ અગાઉ, 2 જુલાઇએ કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિકરૂ ગામમાં વિકાસ દુબેની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસ જવાન શહીદ થયા હતા. 3 જુલાઇએ પોલીસ યુનિટ પર મધ્યરાત્રિ બાદ દુબેના ઘરની છત પરથી ગોળીઓ ચલાવવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details