નવી દિલ્હી: જગન્નાથપુરી રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. મંદિર કમિટી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સમન્વયમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. લોકોના આરોગ્યને હાનિ પહોંચાડ્યા વગર રથયાત્રા કાઢવામાં આવશે.
કેન્દ્ર સરકારે, ભગવાન જગન્નાથ રથયાત્રાના મામલાને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બે જજની બેંચ સમક્ષ મૂકતાં કહ્યું હતું કે, ભીડ વગર ધાર્મિક રીતી રિવાજો પૂરા કરવાની છૂટ હોવી જોઈએ, આ યાત્રા સંપૂર્ણ સાવધાની સાથે કરવામાં આવશે. ઓડિશા સરકારે પણ આવી જ રીતે રથયાત્રા કરવમાં સર્મથન આપ્યું હતું.