ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્ટેટ બેંકે સંકટમાં ફસાયેલી જેટ એરવેઝની હરાજી માટે આમંત્રણ આપ્યું - Gujarat

મુંબઇ: ભારતીય સ્ટેટ બેંકએ નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝના ભાગ વેચવા માટે આમંત્રણ આપ્યું છે. SBI જેટ એરવેઝના સંચાલન તથા નિયંત્રણમાં બદલાવ લાવવા માટે વિચાર કરી રહી છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 8, 2019, 1:44 PM IST

સ્ટેટ બેંક, એયરલાઇન લોન આપનારા ઋણદાતાના સમૂહનું નેતૃત્વ કરી રહ્યું છે. SBI કેપિટલ માર્કેટમાં હરાજી પ્રક્રિયામાં ધીરનારાઓની સહાયતા કરશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય સમાધાન યોજના અંતર્ગત ધીરનારાઓના સમૂહને જેટ એરવેઝના નિયંત્રણને પોતાના હાથમાં લઇ લીધું છે.

જેટ એરવેઝના નિર્દેશક મંડળ દ્વારા 25 માર્ચના રોજ દેવું સમાધાન યોજના અંતર્ગત ધીરનારાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. જેમાં 1500 કરોડ રૂપિયાની સંપતિ રાખવાની તૈયારી છે. આ સિવાય એયરલાઇનના સંસ્થાપક તથા પ્રવક્તા નરેશ ગોયલની સાથે તેમની પત્ની અનીતા ગોયલના નિદેશક મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. ગોયલની ભાગીદારી પણ 51 ટકાથી 25 ટકા થઇ ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details