SBI કરી રહ્યું છે નિયમોનું ઉલ્લંઘન: RBI રિપોર્ટ - REPORT
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક ગેરકાયદેસર સંપતિને છુપાવવાની કોશિશમાં કેટલાક નિયમોનું ઉલ્લંધન કરતી જોવા મળી છે. ભારતીય રિઝર્વ બેંકના વાર્ષિક ઇન્સપેક્શન રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, SBI તે કેટલીક બેંકોમાં સામેલ છે, જેમાં 2012થી 2015 સુધી મની લોન્ડરીંગના નિયમોનું ઉલ્લંધન કરી લોન આપવા બાબતે આંકડાને છુપાવી KYCને સાઇડ પર બતાવતા જોવા મળ્યું છે.
SBI કરી રહ્યું છે નિયમોનું ઉલ્લંઘન: RBI રિપોર્ટ
RBIની આ રીપોર્ટ સૂચનાના અધિકાર RTI કાર્યકર્તા ગિરીશ મિતલને સુપ્રિમ કોર્ટના આદેશ પર પ્રાપ્ત થઇ છે. કેંન્દ્રીય બેંકે કેટલીક વાર રીપોર્ટ આપવા મનાઇ કરી હતી. અને તેને લઇને બેંકોની સાથે તેના ભરોસાને સંબંધનું કારણ દર્શાવ્યું હતું.