મેષ: આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો તો આપના વાણી અને વર્તનથી કોઈની લાગણીને ઠેસ પહોંચી શકે છે અથવા બીજાના કારણે તમારી લાગણી દુભાઈ શકે છે. આવી સ્થિતિમાં ધૈર્યવાન અને વ્યવહારુ બનવાની સલાહ છે. માતાની વધુ સેવા કરવાની તેમજ તેમની સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. લાગણીશીલ બનવાથી પરિવારની બાબતોમાં તમારા હઠાગ્રહના કારણેો ક્યારેક સ્વાભિમાન ઘવાતાં મનમાં ગ્લાનિ અનુભવશો. આવી સ્થિતિ ટાળવા માટે સમાધાનકારી વળણ રાખવું. ભોજન અને ઊંઘ પર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્યમ છે. મનની અશાંતિ માટે આધ્યાત્મિકતા શ્રેષ્ઠ ઉપાય રહેશે. સ્થાવર મિલકત અંગેની ચર્ચા ટાળવી.
વૃષભ: ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આપનું મન હર્યુંભર્યું રહે, જેના કારણે આપની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે. સાહિત્ય લેખનમાં તેમજ કલાક્ષેત્રમાં આજે આપ સારું પ્રદાન કરી શકો. કુટુંબીજનો, ખાસ કરીને માતા સાથેની આત્મીયતા વધશે. નાનકડા પ્રવાસ કે પર્યટન શક્ય બનશે. નાણાકીય બાબતો પર ધ્યાન આપશો. આપનો સમગ્ર દિવસ ખુશીમાં પસાર થાય.
મિથુન: થોડા વિલંબ કે અવરોધ બાદ નિર્ધારિત રીતે કાર્ય પાર પાડી શકશો માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ છે. આર્થિક આયોજન સફળતાપૂર્વક હાથ ધરી શકશો. મિષ્ટાન્ન ભોજન પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મધ્યમ દિવસ છે. સ્નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. ધંધામાં સાનુકૂળ વાતવારણ રહે. આવકમાં વૃદ્ધિ થાય.
કર્ક: મિત્રો, સ્નેહીજનો અને પરિવારજનોના સહવાસમાં આપ આજનો દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસથી પસાર કરશો, અને તેમના તરફથી ભેટ ઉપહાર મળતાં આપનો આનંદ દ્વિગુણિત બનશે. બહાર હરવા ફરવાનું તથા સારું ભોજન લેવાનું આયોજન થાય. શુભ સમાચાર મળે. આર્થિક લાભ મળે સાથે દાંપત્યજીવનમાં પત્ની સાથે વધુ નીકટતા અનુભવાય. શારીરિક સુખાકારી તો જળવાશે પણ માનસિક રીતે પણ આજે આપ ખૂબ તાજગી અનુભવશો.
સિંહ: આપને આજે કોર્ટ કચેરીના મામલાથી દૂર રહેવાની સલાહ છે. મનમાં ઉદ્વેગ અને ચિંતાનો અનુભવ થઈ શકે છે માટે મહત્વના કાર્યોથી દૂર રહીને આજે થોડો વિરામ લો અથવા મન પ્રફુલ્લિત રાખવા માટે મોજશોખમાં થોડુ ધ્યાન આપશો તો બહેતર છે. શારીરિક સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની સલાહ છે. આજે વાણી અને વર્તનમાં સંયમ જાળવવો જરૂરી છે. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. સ્ત્રી વર્ગથી સંભાળીને રહેવું. તમારી શક્તિ અને આવડત ખોટી જગ્યાએ વેડફાય નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ છે.
કન્યા: આપને આજે વિવિધ ક્ષેત્રોમાં યશકીર્તિ અને લાભ મળવાની સંભાવના જણાઈ રહી છે. નાણાંની ચિંતા નહીં રહે. સ્ત્રી મિત્રો આપના માટે લાભકારક નીવડે. વડીલબંધુ તેમજ મિત્રો સાથે આપનો દિવસ આનંદમાં પસાર થાય. પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. પત્ની પુત્ર સાથે ખુશ રહેશો. દાંપત્યજીવનમાં સુખ સંતોષની લાગણી અનુભવો. સંતાનોના શુભ સમાચાર મળે. પ્રિયપાત્ર સાથે મિલનમુલાકાત યોજાય.