ગુજરાત

gujarat

By

Published : May 30, 2019, 2:24 PM IST

ETV Bharat / bharat

CBI દ્વારા બંગાળના પોલીસ અધિકારીની ફરી કરાઈ પૂછપરછ

ન્યૂઝ ડેસ્કઃ CBIએ કરોડો રૂપિયાના શારદા ચિટફંડ ગોટાળાના મામલામાં પશ્ચિમ બંગાળના IPS અધિકારી અર્નવ ઘોષની ગુરૂવારે ફરી પૂછપરછ કરી હતી. CBIએ ઘોષ સાથે બુધવારે લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.

CBI દ્વારા બંગાળના પોલીસ અધિકારીનિ ફરી પુછરછ કરવામાં આવી.

ઘોષ પોંજી ગોટાળાની સૌથી પહેલા તપાસ કરનાર ખાસ તપાસ ટીમના સભ્યોમાં સમાવેશ હતો.

પોલીસ અધિકારી સવારે લગભગ 10 વાગે સોલ્ટ લેક સ્થિત સીજીઓ કૉમ્પ્લેક્સમાં CBI ઓફિસ પહોંચ્યા હતા. CBIએ આ સપ્તાહમાં ઘોષ સિવાય બંગાળ પોલીસના ઘણા પોલીસ અધિકારીઓની પૂછપરછ કરી છે.આ અધિકારીઓમાં સારદા કેસના પહેલા તપાસ અધિકારી પણ સામેલ છે.

CBI દ્વારા કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારને પણ સંમન્સ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેમના અવકાશનો હવાલો આપતા સાત દિવસની મુદત આપવા માટે એક પત્ર લખ્યો હતો. CBIએ કુમારને હજી બીજી વખત સંમન્સ નથી મોકલ્યુ

ABOUT THE AUTHOR

...view details