નવી દિલ્હી: દિલ્હી ચૂંટણી પરિણામો આમ આદમી પાર્ટીના પક્ષમાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીએ 58 બેઠકો સાથે ભરી ભવ્ય વિજય તરફ આગેકૂચ કરતા કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફના આ પ્રસંગે આપ સાંસદ સંજયસિંહ કાર્યકર્તાઓ સમક્ષ આવ્યાં છે. જ્યાં તેમણે આટલી મોટી સફળતા બદલ કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્તાન-પાકિસ્તાનની મેચમાં હિન્દુસ્તાન જીત્યુ: સંજયસિંહ - Sanjay Singh addressed on election result
આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત નજરે પડતા રાજ્યસભા સાંસદ સંજયસિંહ કાર્યકર્તાઓ સમક્ષ આવ્યા હતાં. તેમણે કાર્યકર્તાને સંબોધન કરતા ભાજપને આડે હાથ લીધુ હતું. આ સાથે જ તેમણે ગીત ગાઈને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો છે.
sanjay sinh
કાર્યકર્તાઓના સંબોધનમાં તેમણે ભાજપ પર વ્યંગ કર્યો હતો અને કહ્યું કે, હિન્દુસ્તાન પાકિસ્તાનની મેચમાં હિન્દુસ્તાનનો આજે વિજય થયો છે. ભાજપની હાર પર કહ્યું કે, પાકિસ્તાન હાર્યુ છે. આ સાથે જ દિલ્હીના બે કરોડ પરિવારોએ તેમના દિકરાને જીત અપાવી છે. થોડી જ વારમાં આપ સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ કાર્યકર્તાઓનું સંબોધન કરશે.