ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધર્મ નિભાવશું : શિવસેના, ગઠ'બંધ'ન ઉકેલ તરફ - latest news of bjp

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર જે સ્થિતિમાં છે, તેના વિશે શિવસેના અને ભાજપ સિવાય તમામ રાજકીય દળો એકબીજા સાથે વાત કરી રહ્યાં છે.

BJP-શિવસેના

By

Published : Nov 2, 2019, 12:38 PM IST

Updated : Nov 2, 2019, 5:27 PM IST

સંભવત: તેનું પરિણામ એ છે કે, શિવસેનાએ પોતાનું વલણ ગઠબંધનને લઈ થોડું નરમ કર્યું છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, કે તેઓ અંતિમ ક્ષણ સુધી ગઠબંધન ધર્મ નિભાવશે.

રાઉતે કહ્યું, 'અમે સાથે મળીને ચૂંટણી લડી છે. તેથી અમે તેના ધર્મનું પાલન કરીશું. જો કે રાઉતે એ બાબતે સ્પષ્ટ કર્યું નથી કે, બંને પક્ષો વચ્ચે બધું સામાન્ય થઈ રહ્યું છે.

શિવસેના નેતા સંજય રાઉતે નામ લીધા વગર જ BJP પર નિશાન સાધ્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, સત્તા પક્ષના એક પ્રધાનનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં સરકાર ન બનવા પર રાષ્ટ્રપતિ શાસન લાગું થશે, તો ચૂંટાયેલાં ધારાસભ્યો માટે આ મોટો ખતરો છે.

તેમણે આ વાતના જવાબમાં જણાવ્યું હતું કે, ડૉ બાબા સાહેબ આંબેડકરનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. જેઓ ભારતીય બંધારણના શિલ્પકાર હતાં. જેથી અમારા લોહીમાં પણ કાયદો અને બંધારણ છે. જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગું કરી સત્તામાં આવવાની કોશિશ કરશે તો, મહારાષ્ટ્રની પ્રજા માટે આ ધમકીનું કોઈ મહત્વ નથી.

ઉલ્લેખનીય છે કે, શિવસેના સાંસદ સંજય રાઉતે NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, પવાર સાથે મહારાષ્ટ્રના રાજકારણ વિશે ચર્ચા થઈ હતી.

આ પહેલા પણ વિધાનસભા ચૂંટણીના પરીણામ જાહેર થયા બાદ 24 ઓક્ટોબરે પણ રાઉતે પવાર સાથે મુલાકાત કરી હતી. જો કે, શિવસેના સાંસદે તેને ખાનગી મુલાકાત ગણાવી હતી.

Last Updated : Nov 2, 2019, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details