ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેલગામમાં વસે છે મરાઠીઓ, મહારાષ્ટ્ર સામેલ કરવા જરૂરી: સંજય રાઉત - શિવસેના સાંસદ

મુંબઈ : શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કર્ણાટક અને મહારાષ્ટ્રની સીમા રેખા પરના બેલગામ અને આસપાસના વિસ્તારોમાં મરાઠી લોકો વસવાટ કરે છે. જે 70 વર્ષથી લડાઇ લડી રહ્યાં છે. જેથી તેમને મહારાષ્ટ્રમાં સામેલ કરવા જોઇએ.

બેલગામમાં રહે છએ મરાઠી લોકો, તેને મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવે : સંજય રાઉત
બેલગામમાં રહે છએ મરાઠી લોકો, તેને મહારાષ્ટ્રમાં સામેલ કરવામાં આવે : સંજય રાઉત

By

Published : Jan 19, 2020, 12:07 PM IST

સંજય રાઉતે સીમા રેખા પર વસવાટ કરેલા લોકોને મહારાષ્ટ્રમાં સમાવી લેવા જોઇએ તેવુ નિવેદન આપ્યા બાદ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર મામલો પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. પરંતુ, છેલ્લા 14 વર્ષથી વિચારણા હેઠળ છે. સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આપશે તેનો સ્વીકાર કરીશુ. અહીં લાખો મરાઠી લોકો રહે છે. તે પોતાની ભાષાનું પાલન કરે છે.

રાઉતે વધુમાં કહ્યુ કે, ' હું કર્ણાટકના મુખ્ય પ્રધાનને અપીલ કરૂ છુ કે આ માત્ર સીમા વિવાદ છે, તેને ભાષાનો વિવાદ ન બનાવો. તેના સિવાય હું CM ઉદ્વવ ઠાકરેને પણ વાત કરીશ કે બંને રાજ્યના મુખ્ય પ્રધાન આ મામલાના નિકાલ પર ચર્ચા કરે.

ABOUT THE AUTHOR

...view details