રાઉતે કહ્યું કે, થોડા જ સમયમાં તમને ગોવામાં પણ ચમત્કાર થતો જોવા મળશે. તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર બાદ ગોવામાં પણ બદલાવ દેખાશે. તેમજ તેઓ અન્ય રાજ્યોમાં જશે અને દેશભરમાં બીજેપી વિરુદ્ધ એક મોરચો ઉભો કરશે.
મહારાષ્ટ્ર બાદ શિવસેનાની નજર ગોવા પર કહ્યું, ગોવામાં પણ દેખાશે ચમત્કાર - politics news
મુંબઈ: શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ગોવાના ધારાસભ્ય વિજય સરદેસાઈ અને ત્રણ અન્ય ધારાસભ્યો શિવસેના સાથે ગઠબંધન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની જેમ ગોવામાં પણ એક નવો રાજકીય મોરચો આકાર લઈ રહ્યો છે.
sanjay raut
ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસને મળેલા સમન્સ અંગે સંજય રાઉતે જણાવ્યું કે, મને ખબર નથી. અમે અત્યારે ગોવાની રાજનીતિમાં વ્યસ્ત છીએ. મહારાષ્ટ્રની રાજનીતિ પૂર્ણ.
સંજય રાઉતને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા વિજય સરદેસાઈએ કહ્યું કે, જાહેરાત કરીને સરકાર બદલતી નથી એ તો અચાનક થાય છે. મહારાષ્ટ્રમાં જે થયું તે ગોવામાં પણ થવું જોઈએ. વિપક્ષના લોકોએ એકસાથે આવવું જોઈએ.