ન્યૂઝ ડેસ્કઃ હાલમાં દેશમાં વ્યાપી રહેલા કોરોના રોગચાળાને નાથવા માટે આરોગ્ય કાર્યકરો મોટી લડત આપી રહ્યા છે. તેમાંયે, એક ઓછી જાણીતી હકીકત એ છે કે, હાથ ધરવામાં આવેલા અભ્યાસો અનુસાર, આ સમગ્ર સ્થિતિમાં કેરળ સ્થિત નર્સો ચાવીરૂપ ભૂમિકા ભજવી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના એક અહેવાલ પ્રમાણે, વિશ્વભરમાં કામ કરી રહેલી મોટાભાગની નર્સો ભારતની છે અને તેમાંયે કેરળની નર્સો મોખરે છે!! કેરળમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય, તેવા હેલ્થકેર સ્ટાફમાંથી આશરે 30 ટકા નર્સો અમેરિકામાં કામ કરે છે, 15 ટકા બ્રિટનમાં કામ કરે છે, જ્યારે 15 ટકા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ છે અને લગભગ 12 ટકા નર્સો મધ્ય પૂર્વમાં સેવા પૂરી પાડે છે. બ્રિટિશ સંસદનાં ભૂતપૂર્વ સભ્ય એન્ના સોઉબ્રીએ તેમના દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં કેરળની નર્સો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને બિરદાવી હતી. તેમના વક્તવ્યનો એક વિડિયો સોશ્યલ મીડીયા ઉપર વાઇરલ થયો છે. આ વિડિયોમાં એન્ના સોઉબ્રી ભારતીય નર્સોની પ્રશંસા કરે છે અને જણાવે છે કે, “આપણા દેશમાં આપણને અહીં કામ કરી રહેલી વિદેશી નર્સોથી કોઇ સમસ્યા નથી. વાસ્તવમાં, ભારતીય નર્સો, ખાસ કરીને કેરળની નર્સો પૂરેપૂરા જુસ્સા સાથે, માનવતા સાથે અને સેવા-કેન્દ્રિત અભિગમ સાથે આપણને મદદ કરે છે અને આપણને ઘણું શીખવી જાય છે.” તેઓ અત્યારે વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારી સામે લડત આપવા માટે ઇમર્જન્સી સેવા પૂરી પાડતા સ્ટાફમાં સમાવિષ્ટ છે. કેરળની નર્સો બ્રિટનમાં ઇમર્જન્સી સર્વિસ ટીમનો પણ ભાગ છે, જેઓ પોતાના જીવના જોખમે આ રોગચાળા સામે બાથ ભીડી રહ્યા છે!!
વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડનારી કેરળની નર્સોને સો સલામ!!
વિશ્વભરમાં કામ કરી રહેલી મોટાભાગની નર્સો ભારતની છે અને તેમાંયે કેરળની નર્સો મોખરે છે!! કેરળમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય, તેવા હેલ્થકેર સ્ટાફમાંથી આશરે 30 ટકા નર્સો અમેરિકામાં કામ કરે છે, 15 ટકા બ્રિટનમાં કામ કરે છે, જ્યારે 15 ટકા ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ છે અને લગભગ 12 ટકા નર્સો મધ્ય પૂર્વમાં સેવા પૂરી પાડે છે.
કેરળની નર્સોને સો સલામ
તેઓ પ્રશંસાને પાત્ર છે અને આપણી સરાહનાને પાત્ર છે!! સલામ!! કેરળની નર્સોને!!