સુરતમાં સાડીના શોરૂમમાં સેલ્સમેન તરીકે કામ કરતા દિલીપ પોદ્દારે લોકો સામે એક મિશાલ કાયમ કરી હતી. માત્ર 15 હજાર રૂપિયા મહિનાની નોકરી કરનાર દિલીપને એક દિવસ પ્લાસ્ટિકની બેગમાંથી 10 લાખ રૂપિયા મળી આવ્યા હતા. દિલીપ માટે આ ખૂબ જ મોટી રકમ હતી અને તેણે જાતે પણ બેન્કમાંથી લોન લીધી હતી. દિલીપે પોતાના દીકરા માટે શિક્ષણ લોન અને ઘર માટે લોન લીધી હતી.પરંતુ 10 લાખ રૂપિયા જોઈને પણ દિલીપના મનમાં એક ટકા પણ લાલચ આવ્યું નહી. મળેલી રકમની જાણકારી તેણે પોતાના પરિવાર સહિત પોતાની દુકાનના માલીક અને પરિચિત લોકોને આપી હતી. તેણે જણાવ્યું હતું કે જેની આ રકમ છે તેને પરત કરવા માંગે છે અને આ વાતની જાણકારી જ્યારે પોલીસને પહોંચી તો પોલીસે પણ લાખો રૂપિયાના માલિકની શોધખોળ શરૂ કરી દીધી હતી. આખરે 10 લાખ રૂપિયાના માલિક મળી આવ્યા હતા અને રકમના માલિકને તે રૂપિયા પરત કરી દેવામાં આવ્યા હતા.
દિલીપ પોદ્દારે પોતાની ઈમાનદારી વિશે જણાવ્યું હતું કે આર્થિક સંકળામણ હોવા છતાં પણ તેને ક્યારેય પૈસા ને જોઈ કોઈ લાલચ આવી નહીં. તે સમજી શકતો હતો કે જેના પણ રૂપિયા હશે તેને કેટલી જરૂરિયાત હશે તેણે કેટલી મહેનત થી રૂપિયા ભેગા કર્યા હશે, તેની માનસિક સ્થિતિ કેવી હશે આ બધુ વિચારી તેણે રકમ પરત કરવાનો નિર્ણય કર્યો હતો..
એક પરિવારે પોતાની દીકરીના લગ્ન માટે દસ લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને જ્વેલર્સ શોપ માં જઈ ખરીદી કરવા માંગતા હતા તે દરમિયાન આ રકમ તેમના થી પડી ગઇ હતી. પરિવારને લાગ્યું કે હવે તેમની આ રકમ ક્યારે મળશે નહીં પરિવાર અને જ્વેલરી શોપના માલિક દ્વારા દસ લાખ રૂપિયા શોધવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ રકમના મળતા તેઓ નિરાશ થઈ ગયા હતા આખરે પોલીસે તેમનો સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમને દસ લાખ રૂપિયા મળી ગયા છે અને એક યુવક તેમને આપવા ઈચ્છે છે ઈમાનદારી થી પ્રભાવિત થઈ પરિવારે એક લાખ રૂપિયાનુ ઇનામ યુવક દિલીપને આપવાનો નિર્ણય કર્યો હતો જ્યારે પોલીસના સહકાર બદલ પોલીસને પણ એક લાખ રૂપિયાનુ ઇનામ આપવા જાહેરાત કરી હતી પરંતુ પોલીસે પણ દિલીપ પોદ્દારે ની હાલત જોઈ એમના એક લાખ રૂપિયા નું ઇનામ પણ દિલીપ ને આપી દીધુ હતું.
જ્યારે પોલીસને જાણકારી મળી કે દિલીપ પોદ્દારને દસ લાખ રૂપિયા મળી આવ્યા છે અને તે રકમ તે મૂળ માલિકને આપવા ઇચ્છે છે ત્યારે પોલીસ છે પણ મહેનત કરી માલિકની તલાશ શરૂ કરી દીધી હતી જ્યાં દિલીપને આ રકમ મળી આવી હતી ત્યાંથી તપાસ હાથ ધરી હતી સાથે સીસીટીવી પણ જોઈ આખરે રકમના માલિક સુધી પોલીસ પહોંચી ગઈ હતી એને મળેલી રકમ માલિકને આપવામાં આવી હતી પોલીસ પણ દિલીપની ઈમાનદારીથી પ્રભાવિત થઈ ગઈ હતી. સુરત પોલીસની કામ પ્રત્યે ની લગ્ન અને મહેનત અને દિલીપ ના કારણે આજે દસ લાખ રૂપિયાની રકમ મૂળ માલિક સુધી પહોંચી ગઈ હતી.
ભાગ્યે જ જોવા મળે છે કે લાલચ અને સ્વાર્થના યુગમાં ઈમાનદારીની કોઈ મિશાલ બતાવે દિલીપે ફરી એક વખત સમાજ માટે ઈમાનદારી ની નવી રાહ બતાવી છે એવું જ નહીં આમાં મળેલી બે લાખની રકમ તેઓ પોતાના બાળકોના ભવિષ્ય માટે બચત કરી રાખશે.