સાહિત્ય અકાદમી એવોર્ડ 2019: ગુજરાતીમાં રતિલાલ બોરિસાગર, અગ્રેજીમાં શશિ થરુર અને હિન્દીમાં નંદકિશોર આચાર્ય - ગુજરાતીમાં રતિલાલ બોરિસાગર
નવી દિલ્હી: ગુજરાતી ભાષાના પ્રખ્યાત હાસ્યલેખક, નિબંધકાર તથા સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 'મોજમાં રહેવું રે' કૃતિ બદલ રતિકાકાને આ ઍવોર્ડ એનાયત કરાયો છે. આ પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતાં. તેમની મુખ્ય રચનાઓમાં મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ નામે હાસ્ય લેખ, સંભવામિ યુગે-યુગે નામે લઘુનવલ તથા બાલ વન્દના નામે બાલસાહિત્ય આપી છે. 2019માં તેમને નિબંધસંગ્રહ 'મોજમાં રે'વું રે!' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર (2019) પ્રાપ્ત થયો છે.
રતિકાકાએ લેખનકાર્યનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો, પરંતુ સાથે સાથે હાસ્યલેખો લખવા માંડ્યા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધી મળી હતી. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક’ (1977) અને ‘આનંદલોક’ (1983) છે. એમનું હાસ્ય વાચકને મરકમરક હસાવે તેવું છે. બહુશ્રુતતાનો હાસ્યાર્થે સહજ કૌશલથી વિનિયોગ થયો હોવાથી માનવીય નિર્બળતાઓ હાસ્યનો વિષય બને છે, છતાં એમનું હાસ્ય દંશદ્વેષથી સદંતર મુક્ત છે અને સાથે જ જીવન પર પ્રકાશ પાથરવાના ધ્યેયથી યુક્ત છે. એમણે કેટલાક ગંભીર નિબંધો આપ્યા છે, તેમ જ કેટલીક લઘુકથાઓ પણ લખી છે.
- અંગ્રેજીમાં એન એરા ઓફ ડાર્કનેસ માટે શશિ થરુર
- હિન્દીમાં નંદકિશોર આર્ચાયને તેમના કવિતા સંગ્રહ 'છિલતે હુએ અપને કો'
- સવનેહ-સર-સૈયદ: એક બાજદીદ (જીવની) માટે કિદવઇ
- અસમિયામાં જયશ્રી ગોસ્વામી મહંતને ચાણક્ય (નવલકથા)
- મણપુરીમાં બેરિલ થંગા (એલ.બિરમંગળ સિંહ)ને 'અમાડી અદુંગીગી ઇધત' (નવલકથા)
- તમિલમાં ચો. ધર્મનને સૂલ (નવલકથા)
- તેલુગુમાં બંદી નારાયણ સ્વામીને 'સેપ્તાભૂમિ' (નવલકથા) માટે
- બોડોમાં કુકન ચન્દ્ર બસુમતારીને 'આખાઇ આથુમનિક્રાય' (કવિતા)
- કોંકણીમાં નિલબા આ. ખાંડેકારને ધ વર્ડસ (કવિતા)
- મેથિલીમાં કુમાર મનીષ અરવિંદનને જિનગીક ઓરિઆઓન કરૈત (કવિતા)
- મલયાલમમાં વી. મધુસૂદનન નાયરને 'અચન પરિત્રા વીદુ' (કવિતા)
- મરાઠીમાં અનુરાધા પાટીલને 'કદાચિત અજૂનહી' (કવિતા)
- સંસ્કૃતમાં પેન્ના-મધુસૂદનને 'પ્રજ્ઞાચચચાક્ષુષમ' (કવિતા)
- કહાની સંગ્રહ
- અબ્દુલ અહજ હાજિન (કાશ્મીરી)ને 'અખ યાદ અખ કયામત'
- તરુણ કાંતિ મિશ્ર (ઓડિયા)ને 'ભાસ્વતી'
- કિરપાલ કજાક (પંજાબી)ને 'અંતહિન'
- રામસ્વરુપ કિસાન (રાજસ્થાની)ને 'બારિક બાત'
- કાલી ચરણ હેમ્બ્રમ (સંથાળી) 'સિસિરજળી'
- ઈશ્વર મૂરજાણી (સિંધી)ને 'જીજલ'
- નિબંધ સંગ્રહ
- બાંગ્લામાં 'ઘુમેર દરજા થેલે'માટે ચિન્મય ગુહાને
- ડોગરીમાં બંદરાલતા દર્પણ (નિબંધ)માટે ઓમ શર્મા જન્દ્રયાડીને
- ગુજરાતીમાં મોજમાં રેવું રે ! નિબંધ માટે રતિલાલ બોરિસાગરને
- કન્નડમાં વિજયાને 'કુડી એસારુ' (આત્મકથા) માટે