કાશ્મીરમાં આંતકી હુમલાને પગલે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. જેથી શ્રદ્ઘાળુઓમાં નિરાશાનો માહોલ છવાઈ ગયો છે. કાશ્મીરમાં ગઇકાલની સરખામણીમાં શનિવારના રોજ માહોલ સામાન્ય જોવા મળ્યો હતો. શાળાઓ અને કૉલેજો પણ ખુલી ગયા હતા. શુક્રવારની મોડી રાતે રાજકીય માહોલ ગરમાયો હતો. પરંતુ શનિવારની સવારે સ્થિતી સામાન્ય જોવા મળી હતી.
અમરનાથ યાત્રાઃ કાશ્મીરથી દર્શન વિના પરત ફરી રહેલા શ્રદ્ઘાળુઓમાં નિરાશાનો માહોલ - જમ્મુ કાશ્મીર સમાચાર
જમ્મુ કાશ્મીર: આતંકી હુમલાની આશંકા વચ્ચે રાજ્યના નેતાઓએ શુક્રવારના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી હતી. કાશ્મીરી નેતાઓની ચિંતા પર રાજ્યપાલે કહ્યું હતું કે, અફવાઓ પર ધ્યાન ન આપતા શાંતિ જાળવી રાખવી જોઇએ. તેમજ અમરનાથ યાત્રિકો ઉપર આંતકી હુમલાની ચેતવણી મળ્યા પછી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમરનાથ યાત્રાઃ કાશ્મીરથી દર્શન વિના પરત ફરી રહેલા શ્રદ્ઘાળુઓમાં નિરાશાનો માહોલ
પેટ્રોલ પંપ ઉપર ભીડ સામાન્ય હતી તેમજ ATM પર સામાન્ય પરિસ્થિતી હતી. રિપોર્ટના અનુસાર રાજ્યમાં ઇન્ટરનેટ સેવા રોંજિદા અનુસાર ચાલી રહી છે.