ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લા બ્યાવરાથી કોંગ્રેસ ધારાસભ્ય દાંગીએ શુક્રવારે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, સાંસદ પ્રજ્ઞા ઠાકુર અહીં આવ્યા તો, જીવતી સળગાવી દઇશ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા ભાજપ સાંસદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ મને આતંકવાદી કહી હતી. અને તેમના ધારાસભ્ય ગોવર્ધન દાંગી મને સળગાવશે.
આ પણ વાંચો...પ્રજ્ઞા ઠાકુરનું સંસદમાં વિવાદિત નિવેદન, નાથૂરામ ગોડસેને કહ્યાં દેશભક્ત
પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કરીને કહ્યું કે, "8 ડિસેમ્બરે ગોવર્ધન દાંગીના બ્યાવરા સ્થિત નિવાસસ્થાને આવી રહી છું. સળગાવી હોય તો, સળગાવી દેજો"
આ પણ વાંચો...પ્રજ્ઞા ઠાકુરની માફી માગવા અંગે રાહુલે કહ્યું- નિવેદન પર મક્કમ, માફી નહીં માગુ
નોંધનીય છે કે, પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે સંસદમાં નાથૂરામ ગોડેસેને દેશભક્ત કહ્યાં હતા, જે બાદ ગોવર્ધન દાંગીએ પોતાના વિધાનસભા વિસ્તારમાં બ્યાવરામાં પ્રદર્શન કરી રહ્યાં હતા. જે દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યે પ્રજ્ઞા ઠાકુરનું પૂતળુ પણ સળગાવ્યું હતું અને તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.
કોંગ્રેસ ધારાસભ્ય દાંગીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રપતિ છે. તેમના હત્યારાને દેશભક્ત કહનારી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પૂતળુ શું તે પોતે આવી તો પૂતળાની સાથે તેમણે પણ સળગાવી દઇશ.