તેણે વધુમાં કહ્યું કે, કેટલાક લોકો ઇચ્છે છે કે, મને ફાંસીએ લટકાવી દેવામાં આવે, પરંતુ NIAએ કહ્યું હતું કે, હું આતંકવાદી નથી. રાજકારણ બાબતે તેણે કહ્યું હતું કે, મને રાજનીતિનો અનુભવ છે, હું ક્યારેય વિવાદોમાં રહી નથી.'
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, દિવસ ભર મને મારવામાં આવતી હતી. મારવા વાળા બદલાઈ જતા હતા પણ માર ખાવાવાળી હું એકને એક જ હતી. 24 દિવસ સુધી મને ખાલી પાણી જ આપવામાં આવતું હતું.અનાજનો એક પણ દાણો આપ્યો નહોતો.
જ્યારે આ અંગે હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ પણ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજ છે ભાજપનો ઝીરો ટોલરેન્સ સાધ્વી પ્રજ્ઞાને ટિકીટ આપી ભાજપે પોતાની ઝીરો ટોલરેન્સ સાબિત કર્યું છે.
ઉમર અબ્દુલાએ પણ કહ્યું હતું કે, ભાજપે એક એવા ઉમેદવારને ટિકીટ આપી છે જે ફક્ત આતંકી હુમલામાં આરોપી નથી પણ સ્વાસ્થ્યના કારણે તે હાલ જામીન પર છે. જો તેની તબીયતને ધ્યાને રાખી જેલમાં રહેવું યોગ્ય નથી તો પછી ચૂંટણી લડવા માટે કેમ યોગ્ય સાબિત થઈ ગઈ ?