ગુજરાત

gujarat

By

Published : Mar 31, 2020, 9:19 PM IST

ETV Bharat / bharat

લોકડાઉન વચ્ચે દિલ્હીમાં RSSના 45 રસોડા, દરરોજ 75 હજાર લોકોની ભૂખ શમાવી રહ્યાં છે

દેશમાં કોરોનાનો કહેર છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ વાઈરસ સામે દેશવ્યાપી લડતમાં સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે.

rss-is-feeding-75-thousand-people-every-day-in-delhi
દિલ્હીમાં RSSના 45 રસોડા, દરરોજ 70 હજાર લોકોની ભૂખ શમાવી રહ્યાં છે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દિલ્હીમાં 45 રસોડાઓ દ્વારા દરરોજ 75 હજાર લોકોની ભૂખ મિટાવી રહ્યું છે. આ રસોડામાં ખાવા-પીવાની ગુણવત્તા પર દરેક બાબત પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

લોકડાઉન વચ્ચે દિલ્હીમાં RSSના 45 રસોડા, દરરોજ 75 હજાર લોકોની ભૂખ શમાવી રહ્યાં છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ રસોડાની શરૂઆત વડાપ્રધાનની લોકડાઉનની જાહેરતા બાદ તરત કરવામાં આવી હતી. હાલ RSSના કાર્યકરો ભૂખ્યાંને ભોજન આપવા માટે સંપૂર્ણ કાર્યવાહીમાં રોકાયેલા છે. આખી દિલ્હીમાં 45 રસોડાઓ દ્વારા 75 હજાર લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. ફક્ત ખોરાક જ નહીં જ્યાં જરૂરી છે, ત્યાં સામાજિક ડિસ્ટનિંગ અને સફાઈ પણ કરવામાં આવી રહી છે. જેથી ખોરાક વિતરણની સાથે સાથે લોકોની કાળજી રાખવામાં આવી રહી છે.

દુકાનમાંથી રેશન મેળવી RSSના કાર્યકરો જાતે જ તેની ગુણવત્તાની તપાસ કરે છે અને તે પછી જ તેને રસોડામાં રસોઈ માટે મોકલવામાં આવે છે. ખોરાક રાંધ્યા પછી તેને સારી રીતે પેક કરવામાં આવે છે. બાદમાં જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details