આ ઘટના બાદ રવીન્દ્રનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
માકપા કાર્યકર્તાની હત્યા મામલે RSS-BJPના 9 કાર્યકર્તાને આજીવન કારાવાસ - murder
કેરળ: કન્નૂર જેલમાં બંધ માકપા કાર્યકર્તાની 2004માં હત્યા મામલે શુક્રવારના રોજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તથા ભાજપના નવ કાર્યકર્તાઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના દેશની જેલમાં પહેલી રાજકીય હત્યા હતી. 6 એપ્રિલ 2004માં જેલમાં બંધ કે.પી રવીંદ્રન પર લોઢાની સાંકળ વડે હુમલો કર્યો હતો.
ians
થાલાસ્સેરીની કોર્ટે અહીં નવ આરોપીઓને સજા સંભળાવી છે. જેમાં પવિત્રન, ફાલ્ગુનન, કે.પી રેધુ, સનલ પ્રસાદ, પી.કે. દિનેશ, કે.શશી, અનિલ કુમાર, સુની અને અશોકન સામેલ છે.
કોર્ટે આજીવન કારાવાસની સાથે એક એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.