ભુવનેશ્વરઃ શહેરમાં સ્થિત સામાન્ય પરિવાર માટે રૂપિયા 58 લાખનું વીજળીનું બિલ આંચકાજનક બન્યું હતું. જેમાં એક દૃષ્ટિહીન દંપતી રહે છે. જ્યાં ફક્ત બે પંખા અને ચાર LED બલ્બનો ઉપયોગ થાય છે.
દૃષ્ટિહીન પ્રસન્ના નાયક અને તેની પત્ની, શહેરના એરફિલ્ડ પોલીસ હદ હેઠળ પંચગાંવ ખાતે રહે છે. મળતી માહિતી મુજબ, ગત વર્ષે સપ્ટેમ્બર મહિના માટે તેમને રૂપિયા 18,845 નું બિલ મળ્યું હતું. સંબંધિત અધિકારીઓની દખલ બાદ તેણે 9,700 રૂપિયાનું છૂટનું બિલ ચૂકવવું પડ્યું.
અધિકારીઓ દ્વારા નક્કી કર્યા મુજબ, ગત્ત વર્ષે ડિસેમ્બરમાં તેમના ઘરે એક નવું વીજળી મીટર લગાવવામાં આવ્યું હતું. જો કે, ત્યારબાદ જુલાઈ સુધી ગ્રાહક માટે બિલિંગ કરવામાં આવ્યું ન હતું.
શુક્રવારે પ્રસન્ના દ્વારા મેળવેલા આશરે 58 લાખ જેટલું એક મહિનાનું વીજળી બિલથી પરિવાર આશ્ચર્યમાં છે.
પ્રસન્નાના ભાઈ અજય નાયકે કહ્યું કે, “અમે હાલમાં આટલી મોટી રકમ ચૂકવવાની કોઈ સ્થિતિમાં નથી. અમે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અમારી ફરિયાદો નોંધાવીશું. જો અમારી ફરિયાદોનું નિવારણ નહીં કરવામાં આવે તો અમે ગ્રાહક અદાલતનો સંપર્ક કરીશું”.