ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીના નેતૃત્વમાં ભારત કોરોના સામેની લડત જીતશે: જે પી નડ્ડા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

jp
j p

By

Published : May 13, 2020, 10:45 PM IST

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તમામ પગલા લેવામાં આવી રહ્યા છે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.

'આત્મનિર્ભર ભારત અભિયાન' અંતર્ગત 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાતથી દેશના વિવિધ વર્ગો અને આર્થિક વ્યવસ્થા મજબૂત બનશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, "મુશ્કેલીઓને પડકારોમાં ફેરવીને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તે બધા પગલા સમય પહેલાં લેવામાં આવી રહ્યા છે, જેની આજની પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ કોવિડ-19 સામેની આ નિર્ણાયક લડાઇ જીતશે. માનવ ઇતિહાસનું આ સૌથી મોટું સંકટ છે, પરંતુ ભારત હાર નહીં માને અને એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે."

ABOUT THE AUTHOR

...view details