ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફિલ્મોમાં નેપોટિઝમ ચાલશે તો બોલિવૂડની કેટલીક હસ્તીઓ ફિલ્મોનો બહિષ્કાર કરશે: રૂપા ગાંગુલી - Central Bureau

અભિનેત્રી અનેે ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું કે, બોલિવૂડની કેટલીક હસ્તીઓ ફિલ્મોનો બહિષ્કાર કરશે, જો ફિલ્મ ઉદ્યોગમાં નેપોટિઝમ ચાલશે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને ધ્યાનમાં રાખીને તેણે આ વાત કહી છે. છેલ્લા એક એઠવાડીયાથી રૂપા ગાંગુલી સુશાંતના અકાળ અવસાનની તપાસ CBIને સોંપવાની માગ કરી હતી.

ફિલ્મ ઉદ્યોગમાં નેપોટિઝમ ચાલશે તો બોલિવુડની કેટલીક હસ્તીઓ ફિલ્મોનો બહિસ્કાર કરશેઃ ભાજપના સાંસદ રૂપા ગાંગુલી
ફિલ્મ ઉદ્યોગમાં નેપોટિઝમ ચાલશે તો બોલિવુડની કેટલીક હસ્તીઓ ફિલ્મોનો બહિસ્કાર કરશેઃ ભાજપના સાંસદ રૂપા ગાંગુલી

By

Published : Jul 5, 2020, 9:14 PM IST

મુંબઈ: અભિનેત્રી અનેે ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું કે, બોલિવૂડની કેટલીક હસ્તીઓ ફિલ્મોનો બહિષ્કાર કરશે, જો ફિલ્મ ઉદ્યોગમાં નેપોટિઝમ ચાલશે. અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને ધ્યાનમાં રાખીને તેણે આ વાત કહી છે. છેલ્લા એક એઠવાડીયાથી રૂપા ગાંગુલી સુશાંતના અકાળ અવસાનની તપાસ CBIને સોંપવાની માગ કરી હતી.

રૂપા ગાંગુલીએ IANSને કહ્યું કે, હવે હું એવા લોકોની ફિલ્મો નહીં જોવ, જેમણે દેશને એવો સંદેશો આપ્યો છે કે, નાના શહેર અને ગામડામાંથી ફિલ્મોમાં યુવક-યુવતીઓ ન આવવા જોઇએ. નેપોટિઝમ એટલું પણ ન થવું જોઈએ કે, તેનાથી લોકો આત્મહત્યા કરવા પ્રેરાય જાય.

ઉલ્લેખનીય છે કે, ગત 14 જૂનના રોજ સુશાંતસિંહ રાજપૂતે તેના મુંબઈ સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ત્યારબાદથી દેશભરમાં નેપોટિઝમના મુદ્દાએ જોર પકડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details