આપ અહીં જોઈ શકો છો કે, મહિલા પોલીસ કર્મી ખાખી વર્દીમાં નથી, સાથે સાથે તેમની પાસે ભગવા રંગના સાફા પણ જોવા મળી રહ્યા છે.
જો કે, પોલીસનું કહેવું છે કે, આ સાદી વર્દી એટલા માટે રાખવામાં આવી છે કે, સુરક્ષા વ્યવસ્થા વધારે સારી બનાવી શકાય.
અહીં રોડ શોમાં અનેક સાધુ સંતો પણ સાથે જોવા મળ્યા હતાં.
પોલીસ કર્મી સાદી વર્દીમાં દિગ્વિજય સિંહે એક દિવસ પહેલા જ કમ્પ્યુટર બાબા સાથે તંત્ર મંત્ર કર્યું હતું જ્યાં અનેક સાધુઓ પણ હાજર રહ્યા હતાં.
દિગ્વિજય સિંહનું આ કામ હિન્દુ કાર્ડ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ભોપાલમાં દિગ્વિજયની સામે સાધ્વી પ્રજ્ઞા મેદાનમાં છે.
આજે સાધ્વીના સમર્થનમાં અમિત શાહ પણ રોડ શો કરવાના છે.