સીતામઢીથી જયપુર(રાજસ્થાન) જઇ રહેલી બસને નેશનલ હાઈવે 28 પર આવેલા ટોલ પ્લાઝા નજીક અકસ્માત નડ્યો હતો. હાઈવે પર ચાલતી બસે અચાનક કાબુ ગુમાવતા પલટી ગઈ હતી. જેમાં સવાર મુસાફરોમાંથી 5 મુસાફર ઘટના સ્થળે જ મૃત્યું પામ્યા હતા, જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર અર્થે કુશિનગરની વિવિધ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યારે જેમની હાલત ગંભીર છે એમને ગોરખપુર મેડિકલ કોલેજે ખસેડવામાં આવ્યા હતા.
બિહારથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, 5 લોકોના મોત - bihar accident news
બિહારઃ દેવરિયા બિહારના સીતામઢીથી જયપુર(રાજસ્થાન) જઇ રહેલી ખાનગી યાત્રી બસ નેશનલ હાઈવે 28 પર આવેલા ટોલ પ્લાઝા નજીક અચાનક કાબુ ગુમાવતા પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોનાં મોત નિપજ્યા છે તથા 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
road accident in deoria 5 people died
ઘટનાની સુચના મળતા કુશીનગર અને દેવરિયાના જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બસના સવાર મુસાફરો અને ઘટનાને નજરે જોનાર લોકોના જણાવ્યા મુજબ બસમાં મુસાફરોની સંખ્યા વધારે હતા. જેમાં અમુક યાત્રીઓ બસની છત પર બેઠા હતા. નેશનલ હાઈવે 28 પર આવેલા ટોલ પ્લાઝા નજીક આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ગંભીરતા જોતા ઘાયલો તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.