રક્ષા મંત્રાલયના મુખ્ય પ્રવક્તાએ ટ્વીટર પર કહ્યું હતું કે, સરકારના વર્તમાન વાયુસેનાના ઉપ પ્રમુખ એયર માર્શલ આરકેએસ ભદૌરિયા, પીવીએસએમ, એવીએસએમ,વીએમ,એડીસી ઉપરાંત વાયુસેના પ્રમુખની નિમણૂંક કરવાનો નિર્ણય લીધો છે.
RKS ભદૌરિયા બનશે આગામી વાયુસેના પ્રમુખ - વર્તમાન વાયુસેનાના ઉપ પ્રમુખ
નવી દિલ્હી: બીએસ ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ સેવા નિવૃત થઈ રહ્યા છે. તેમની નિવૃતિ બાદ એયર માર્શલ આરકેએસ ભદૌરિયા ભારતીય વાયુસેનાના આગામી પ્રમુખ બનશે. આ અંગે સરકારે ગુરુવારના રોજ જાહેરાત કરી છે.
indian air force chief
ભારતીય વાયુસેનાના 25માં પ્રમુખ એયર ચીફ માર્શલ બીરેન્દ્ર સિંહ ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ સેવા નિવૃત થઈ રહ્યા છે. તેમણે 1 જાન્યુઆરી 2017ના રોજ કાર્યભાર સંભાળ્યો હતો.