પટનાઃ બિહારના પૂર્વ ઉપમુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી) ધારાસભ્ય તેજસ્વી યાદવે ગૃહ પ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ રેલીનો વિરોધ કર્યો હતો. આરજેડી આ દિવસને ગરીબ અધિકાર દિવસના રુપમાં ઉજવી રહ્યા છે. તે હેઠળ ભુખ્યા, ગરીબ, બેરોજગાર અને પ્રવાસી મજૂર સવારે 11 વાગ્યે 11 મિનિટ સુધી થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
શાહના વિરોધમાં તેજસ્વીનો 'ગરીબ અધિકાર દિવસ', 11 મિનિટ સુધી વગાડી થાળી - લાલુ પ્રસાદ યાદવ
બિહારના પૂર્વ ઉપમુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી) ધારાસભ્ય તેજસ્વી યાદવે ગૃહ પ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ રેલીનો વિરોધ કર્યો હતો. આરજેડી આ દિવસને ગરીબ અધિકાર દિવસના રુપમાં ઉજવી રહ્યા છે. તે હેઠળ ભુખ્યા, ગરીબ, બેરોજગાર અને પ્રવાસી મજૂર સવારે 11 વાગ્યે 11 મિનિટ સુધી થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો.
બિહારમાં આગામી મહિનામાં વિધાનસભા ચૂંટણી થનારી છે. બીજેપી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઇ છે, તો આજે બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ રેલીના માધ્યમથી બિહારની જનતાને સંબોધિત કરશે. આશા દર્શાવાઈ રહી છે કે, બીજેપી આ વર્ચ્યુઅલ રેલીના માધ્યમથી ચૂંટણીના શંખનાદનો પ્રારંભ કરશે. આ તરફ તેજસ્વી યાદવે બીજેપીના આ કાર્યક્રમનો વિરોધ કર્યો છે.
તેજસ્વીનું કહેવું છે કે, લોકો કોરોના જેવી મહામારીથી પરેશાન છે. ગરીબો ભુખ્યા પેટે સુઇ રહ્યા છે, તેમની પાસે કામ નથી અને બીજેપી ચૂંટણીની તૈયારીમાં લાગી છે.