મુંબઇ: રિયા અને ભાઇ શૌવિક ચક્રવર્તીએ બોમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેના પર આજે સુનાવણી થવાની હતી. જોકે મુંબઇમાં ભારે વરસાદના કારણે સુનાવણી આજે ટળી ગઇ છે. રાત્રે મુશળધાર વરસાદના કારણે આજે બોમ્બે હાઇકોર્ટ બંધ છે.
સુશાંત કેસ : રિયા ચક્રવર્તી અને શૌવિકની જામીન અરજી પર આજે સુનાવણી ટળી - સુશાંત
રિયા અને ભાઇ શોવિક ચક્રવર્તીએ બોમ્બે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.જેના પર આજે સુનાવણી થવાની હતી. જોકે મુંબઇમાં ભારે વરસાદના કારણે સુનાવણી ટળી ગઇ છે. રાત્રે મુશળધાર વરસાદના કારણે આજે બોમ્બે હાઇકોર્ટ બંધ છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં સેન્ટ્રલ એજન્સી ફોર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. જે અંતર્ગત તેમણે જામીન માટે બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહી છે. જે બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીએ મંગળવારે બોમ્બે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેની સુનાવણી આજે થવાની હતી.
તેમના વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે, આ અરજી પર સુનાવણી બુધવારે જસ્ટિસ સારંગ કોતવાલની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ કરવામાં આવશે. 9 સપ્ટેમ્બરના રોજ રિયાની ધરપકડ કરવામાં આવી હતી.જે બાદ તેની 14 દિવસ માટે કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. ત્યારે મગંળવારે અભિનેત્રીની કસ્ટડી 6 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે.