નવી દિલ્હી: કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ શુક્રવારે દેશભરના 700 જેટલા કોચને ઓનલાઇન સંબોધન કર્યું હતું. આ કોચમાં ભારતીય ફૂટબોલ ટીમના ઇગોર સ્ટીમાક અને ઝ્લાટકો દાલિક પણ હતા. જેમના કોચિંગ હેઠળ ક્રોએશિયાની ટીમ 2018 ફિફા વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(સાંઇ) અને (ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ ફૂટબોલ(એઆઈએફએફ)ના સંયુક્ત પ્રયત્નોથી આ ઓનલાઇન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રાઉન્ડ લેવલ પર ફૂટબોલને આગળ લઈ જઈશું: કિરણ રિજિજુ - news in gujarati
કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ શુક્રવારે ટોચના કોર્પોરેટ હાઉસ, રાજ્ય અને જિલ્લા સંસ્થાઓને ભારતમાં ફૂટબોલને પ્રોત્સાહિત કરવામાં સક્રિયપણે ભાગ લેવા જણાવ્યું હતું. રમતના પાયાના સ્તરે વિકાસ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે રિજિજુએ જણાવ્યું હતું કે, શાળા સ્તરે ફૂટબોલની રજૂઆત અને સ્થાનિક ફૂટબોલ લીગનું આયોજન એ દેશભરના બાળકોમાં રમત-ગમતમાં રૂચિ પેદા કરવાનો એક માર્ગ છે. અમે રમતોને મોટા પાયે પ્રમોટ કરી રહ્યા છીએ. અમે પ્રતિભાની શોધ શરૂ કરી છે. જેનાથી ચુનંદા ફૂટબોલ ખેલાડીઓ બહાર લાવી શકીશું. રિજિજુએ આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે મજબૂત ફૂટબોલ સંગઠનો સ્થાપવાની જરૂર પર ભાર મૂક્યો હતો.
રમત ગમત પ્રધાને જણાવ્યું કે, સરકાર તરીકે, અમે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે, તમામ સંસાધનો ઉપલબ્ધ થાય છે. અને પૂરતા નાણાકીય સહાય આપવામાં આવશે, પરંતુ રાજ્ય અને જિલ્લા કક્ષાએ ફૂટબોલને લોકપ્રિય બનાવવા અને વધુ પ્રતિભા આકર્ષવા માટે અમને વધુની જરૂર છે. વધુ ટૂર્નામેન્ટ્સ યોજવાની જરૂર છે. અમારે દરેક સ્તરે પ્રાયોજકોની પણ જરૂરત છે.