ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માહિતીનો અધિકાર સર્વોચ્ચ છે! - માહિતી અધિકાર

નવી દિલ્હી: ફરી એક વાર, સર્વોચ્ચ ન્યાયાલયે સ્પષ્ટ કર્યું છે કે, કાયદા આગળ બધા સમાન છે. સર્વોચ્ચ ન્યાયાલયની બંધારણીય બૅન્ચના તાજેતરના ચુકાદાએ તેના પોતાના ઉપદેશને પોતે વળગી રહે છે કે કેમ, અને મુખ્ય ન્યાયમૂર્તિનું કાર્યાલય માહિતી અધિકારના (આરટીઆઈ) અધિનિયમ હેઠળ આવે છે કે કેમ તે વિશે પ્રશ્નો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

By

Published : Nov 17, 2019, 11:53 PM IST

મુખ્ય ન્યાયમૂર્તિનું કાર્યાલય માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ‘લોક સત્તા’ની વ્યાખ્યા હેઠળ આવે છે, તેવા પાંચ સભ્યોની બંધારણીય બૅન્ચે આપેલો ચુકાદો ખરેખર પ્રશંસનીય છે. બૅન્ચે સાચી જ રીતે વિશ્લેષણ કર્યું કે માહિતીનો અધિકાર અને એકાંતતા/ગોપનીયતાનો અધિકાર એ બંને એક જ સિક્કાની બીજી બાજુ છે. તથા ન્યાયતંત્રની સ્વતંત્રતા કોઈ પણ ઉલ્લંઘનથી બચાવવી જોઈએ.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કહ્યું કે 'ન્યાયતંત્રની સ્વતંત્રતા અને જવાબદેહી બંને સાથે સાથે જ ચાલે છે પરંતુ પારદર્શિતાથી ન્યાયિક સ્વતંત્રતા ક્ષીણ નથી થઈ જતી.'

ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે, ન્યાયિક સ્વતંત્રતાનો અર્થ એ નથી થતો કે ન્યાયાધીશો અને વકીલો કાયદાથી ઉપર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ન્યાયાધીશો બંધારણીય હોદ્દો ભોગવે છે અને તેઓ સરકારી ફરજ નિભાવે છે. તેથી તેઓ સંપૂર્ણપણે (સરકારથી) અલગ થઈને કાર્ય ન કરી શકે.

વર્ષ 2016માં, રંજન ગોગોઈ સહિત ત્રણ ન્યાયમૂર્તિઓની બૅન્ચે છ વર્ષથી લટકેલા આ કેસને બંધારણીય બૅન્ચને સોંપી દીધો હતો. બૅન્ચ સમક્ષ પ્રશ્નો આ હતા- ન્યાયિક સ્વતંત્રતાની સુરક્ષા માટે માહિતી અટકાવવી જરૂરી છે? શું માહિતી માટે પૂછવાથી ન્યાયિક ફરજમાં હસ્તક્ષેપ થાય છે?

બે ન્યાયાધીશોની બૅન્ચે બંધારણીય બૅન્ચ સમક્ષ બીજા કેટલાક પ્રશ્નો પણ મૂક્યા હતા. આ મહિનાની 17મીએ નિવૃત્ત થયેલા ગોગોઈની અધ્યક્ષતાવાળી બૅન્ચે આરટીઆઈ કાયદાને આ રીતે સશક્ત કરતો નિષ્પક્ષ ચુકાદો આપ્યો.

આરટીઆઈ કાયદો એ આશાનું કિરણ છે જે ભ્રષ્ટાચારનો સફાયો કરી શકે છે. જ્યારે સરકારો જૂના કાયદાઓનો ફાયદો લઈને ભ્રષ્ટાચારના તેમનાં કૃત્યોને છુપાવવાં પ્રયાસ કર્યો છે ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયે બહુ સાચા સમયે આરટીઆઈ કાયદાને અભિષિક્ત (સન્માન્યો) છે.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત ન્યાયાધીશોની સંપત્તિ સંબંધી પારદર્શિતાની વિનંતી કરતી એક અરજી સુભાષચંદ્ર અગરવાલે કરી હતી, જેને સર્વોચ્ચ ન્યાયાલયે નકારી દીધી હતી. તેનાથી વિવાદ શરૂ થયો હતો.

કેન્દ્રીય માહિતી આયુક્ત (સીઆઈસી)એ મુખ્ય ન્યાયમૂર્તિ આરટીઆઈ તપાસ હેઠળ આવે છે તેવા કારણસર જરૂરી માહિતીની જોગવાઈ કરવા માટે આદેશ કર્યો, ત્યારે અસાધારણ સંઘર્ષ સર્જાયો હતો.

દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં સીઆઈસીના આદેશ સામે સર્વોચ્ચ ન્યાયાલયે દલીલ કરતાં કહ્યું હતું કે, પારદર્શિતાથી ન્યાયિક સ્વતંત્રતા ક્ષીણ થાય છે. પહેલાં એક ન્યાયાધીશની બૅન્ચ અને ચાર મહિના પછી નિયુક્ત ત્રણ ન્યાયાધીશની બૅન્ચે આ સંદર્ભમાં સીઆઈસીને ટેકો આપ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયાલયના મહા સચિવે વર્ષ 2010માં દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય વિરૂદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી હતી. આ મહત્ત્વની અરજી જેમાં સર્વોચ્ચ ન્યાયાલય અપીલકર્તા પણ હતું અને ન્યાય કરનાર પણ હતું, તેમાં બૅન્ચે માહિતીની પારદર્શિતા માટે મત આપ્યો.

અગાઉ, સર્વોચ્ચ ન્યાયાલયે ન્યાયિક સ્વતંત્રતાની સુરક્ષા માટે રાષ્ટ્રીય ન્યાયિક જવાબદેહી આયોગને ગેરકાયદે ઠરાવ્યું હતું. પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, ન્યાયિક સ્વતંત્રતાનો અર્થ થાય છે કાર્યપાલિકાના હસ્તક્ષેપથી ન્યાયપાલિકાની રક્ષા કરવી. પરંતુ તેને જાહેર તપાસથી મુક્ત ન બનાવવી જોઈએ. આ દલીલ મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બૅન્ચની સાથે મેળ ખાતી હતી અને તેના લીધે જ ઐતિહાસિક ચુકાદો આવી ગયો.

ભારતીય લોકશાહીમાં, નાગરિકો સર્વોચ્ચ હિસ્સેદારો છે. ભારતીય બંધારણની કલમ 19 તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. તેમનો માહિતીનો બંધારણીય અધિકાર આ કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.

સર્વોચ્ચ ન્યાયલયે સ્પષ્ટ નિર્દેશો આપ્યા કે, ચૂંટણીમાં ઉમેદવારોએ મતદારોની જાણ માટે તેમની તમામ વિગતો આપવાની રહેશે. એપ્રિલ 2019માં સર્વોચ્ચ ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે, સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના બહાના હેઠળ માહિતીને અટકાવી ન રાખી શકે.

વર્ષ 2005માં આરટીઆઈ કાયદાના આગમનથી જ સરકારો તેને મંદ પાડવા માટે પ્રપંચો કરતી રહી છે. દર વખતે સર્વોચ્ચ ન્યાયાલયના હસ્તક્ષેપને આભારી, આરટીઆઈ કાયદો બચતો રહ્યો.

તાજેતરના ચુકાદા સાથે, કાયદા સમક્ષ બધા એક સરખા છે, તે બંધારણના મૂળભૂત સિદ્ધાંતને સર્વોચ્ચ ન્યાયાલયે દૃઢતાપૂર્વક કહ્યો છે. ભારતના માહિતી અધિકારને વિશ્વનાં પાંચ સર્વશ્રેષ્ઠ કૃત્યો પૈકીના એક તરીકે પ્રશંસિત કરાયો છે, પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે ભારત છઠ્ઠા ક્રમે સરકી પડ્યું છે.

પ્રસાર માધ્યમો અને આરટીઆઈ કાર્યકરોની સ્વતંત્રતા સામે પડકાર વધી રહ્યો છે, તેવા સમયે સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો આશાનું કિરણ છે. જ્યારે રાજકીય પક્ષો, જે આરટીઆઈની તપાસ હેઠળથી લાંબા સમયથી છટકી જઈ રહ્યા છે. ત્યારે તેમને જનતા સમક્ષ જવાબદેહી અને પારદર્શી બનાવાશે ત્યારે ભારત તેની લોકશાહીના પ્રકાશમાં ઝગમગી ઊઠશે.

ABOUT THE AUTHOR

...view details