ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાયલટ અભિનંદનની ઘર વાપસી, F-16ને ઠાર કરનાર હિરો ભારત પરત આવશે - abhinandan

નવી દિલ્હી: વાયુસેનાની એક ટીમ આજે પાયલટ અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર પર જશે.

સ્પોટ ફોટો

By

Published : Mar 1, 2019, 8:09 AM IST

એક અધિકારીના જણાવ્યાં અનુસાર પાયલટ અભિનંદનનું મિગ 21 વિમાન બુધવારે સવારે પાકિસ્તાન હુમલાના સમયે ખરાબ હવામાનને કારણે ક્રેસ થયુ હતું. ત્યારથી આજ સુધી પાયલટ અભિનંદન પાકિસ્તાનના કબ્જામાં છે. પાયલટ અભિનંદને પાકિસ્તાનના એક f-16 વિમાન સાથે ટક્કર મારી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને ગુરૂવારે સંસદમાં જાહેરાત કરી કે પાયલટ અભિનંદનને શુક્રવારે છોડી દેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટીમ આજ રોજ સાંજે વાઘા બોર્ડર ખાતે પાયલટ અભિનંદનને લેવા જશે.

હાલમાં તેવું કોઇ સ્પષ્ટ નથી કે પાકિસ્તાન અભિનંદનને આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસને સોંપશે કે પછી ભારતીય અધિકારીઓને?

ABOUT THE AUTHOR

...view details