કાશ્મીરમાં સરકારી કોલેજની હોસ્ટેલ ખાલી કરવા આદેશ - જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરની સરકારી કોલેજના આચાર્ય દ્વારા એક નોટીસ જાહેર કરવામાં આવી છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાના આદેશ કરાયો છે.
kashmir
મળતી વિગતો અનુસાર કોલેજના આચાર્ય દ્વારા કાયદેસરની નોટીસ જાહેર કરી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓને કોલેજ હોસ્ટેલ તાત્કાલિક ધોરણે ખાલી કરવા જણાવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને હોસ્ટેલની સુવિધા ઉપ્લબ્ધ કરાવવા માટે આગામી નોટીસની રાહ જોવા માટે જણાવ્યું છે.