ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રગીતનું સમ્માન: દરરોજ 1 મિનિટ માટે થંભી જાય છે તેલંગણાનું આ શહેર - gujaratinews

હૈદરાબાદ: તેલંગણાનું એક શહેર એવું છે જ્યાં ઠીક 8 વાગ્યે લોકોનું જીવન થંભી જાય છે. બધા જ લોકો ઠીક આ સમયે રાષ્ટ્રગીત માટે સ્થિર ઉભા રહી જાય છે. 2017થી સતત આ દિનચર્યા લોકોની છે.

રાષ્ટ્રગીતનું સમ્માન

By

Published : May 29, 2019, 10:46 AM IST

તેલંગણાના એક શહેર જમ્મીકુંટામાં લોકોનું જીવન દરરોજ સવારે 8 વાગ્યે એક મિનિટ માટે થંભી જાય છે. કારણ કે અહીંના લોકો રાષ્ટ્રગાનના સમ્માન માટે દરરોજ સવારે 1 મિનિટ માટે રોકાઈ જાય છે. 15 ઓગસ્ટ 2017થી દરરોજ લોકોના આ નિત્યક્રમ બની ગયો છે. આ શહેર હૈદરાબાદથી લગભગ 140 કિમી દૂર કરીમનગર જીલ્લામાં આવેલું છે.

રાષ્ટ્રગીત માટે ઉભેલા લોકો (સૌજન્ય: ફેસબુક @jammikunta)

પ્રાપ્ત માહિતી મુજબ, લોકલ પોલીસની આ પહેલ છે. આનો ઉદ્દેશ્ય લોકોમાં દેશભકિતની ભાવના જગાડવાનો છે. લોકોને ઠીક 7:58 વાગ્યે સચેત કરવા માટે શહેરના 16 સ્થાનો પર સાર્વજનિક સંબોધનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાથી તેલુગૂ તેમજ હિંદી ભાષામાં ઘોષણા કરવામાં આવે છે. આ ઘોષણાના 2 સેકંડ બાદ જ રાષ્ટ્રગીત શરુ થઈ જાય છે.

રાષ્ટ્રગીત માટે ઉભેલા લોકો (IANS)

રાષ્ટ્રગીત દરમિયાન વાહનોનું અવરજવર પણ બંધ થઈ જાય છે તેમજ લોકો ચાલવાનું બંધ કરી દે છે. રાષ્ટ્ર ધ્વજને સલામી આપવા માટે ઓફિસ જનાર લોકો, શ્રમિક તેમજ શાળાએ જતાં બાળકો પણ 52 સેકંડ માટે રોકાઈ જાય છે. જેવું રાષ્ટ્રગીત પૂર્ણ થાય છે તેવા જ દેશભક્તિ ગીત વાગવાના ચાલું થઈ જાય છે પરંતુ લોકો આગળ વધવા લાગે છે તેમજ તેઓની દિનચર્યામાં વ્યસ્ત થઈ જાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 2 વર્ષોથી પોલીસ વોલિંટિયર્સની મદદથી લોકોને રાષ્ટ્રગીતનું મહત્વ સમજાવી રહ્યા છે અને હવે લોકો પણ આનાથી ટેવાઈ ગયા છે. તેમજ લોકો પણ આને માટે તૈયાર રહે છે.

રાષ્ટ્રગીત માટે ઉભેલા લોકો (સૌજન્ય: ફેસબુક @jammikunta)

2 વર્ષ પહેલા જમ્મીકુંટા પોલીસ ઈંસ્પેક્ટર પિંગિલી પ્રશાંત રેડ્ડીએ લોકોમાં દેશ ભાવના જગાડવા માટે રાષ્ટ્રગીત ગાવાનો લોકોને પ્રયાસ કરાવ્યો હતો જે સફળ પણ થયો છે. રેડ્ડી કહે છે કે, જ્યારે સર્વોચ્ચ અદાલતમાં સિનેમાઘરોમાં દરેક શો પહેલા રાષ્ટ્રગીત ચલાવવાનું આવશ્યક કરાયું, તો મેં વિચાર્યું કે શા માટે નહી શહેર સ્તર પર પણ આ જ કામ કરવામા આવે. આ વિચારને સમાજના બધા વર્ગો લોકોનો સારો ટેકો મળ્યો'

જમ્મીકુંટાની ઓળખ છે આ ગાંધી ચોક

જમ્મીકુંટાના આ અભ્યાસથી પ્રેરિત થઈને, 2018 માં પેદ્દાપલ્લી જીલ્લાના ગોદાવરીખાની શહેરમાં પણ આ પ્રકારની પહેલ કરવામાં આવી હતી. ત્યાં પણ લોકોએ આમ કરવામાં સફળતા મળી.

ગોદાવરીખાની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ દ્વારા સ્થાનિક અધિકારીઓની મદદ 25 સ્થાનો પર જાહેર સંબોધનની વ્યવસ્થા પ્રસ્થાપિત કરી અને સમગ્ર શહેરમાં 111 રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યા.

ABOUT THE AUTHOR

...view details