નવી દિલ્હી: ભારતીય માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે દેશમાં મોટી વસ્તી ધરાવતા ધાર્મિક લઘુમતીઓને ટાર્ગેટ કરી રહ્યાં છે.
કોરોના મહામારીમાં ધાર્મિક લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે: CPIM - કોરોના વાઇરસ
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, કોરોના વાઇરસ સંક્રમણમાં સામનો કરી રહેલા દેશમાં મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ પાર્ટીએ આમ કરનારાઓને સજા આપવાનું કહ્યું છે.
કોરોના
પાર્ટીએ કહ્યું કે, શાસક પક્ષના સમર્થકો સોશિયલ મીડિયા પર અપશબ્દો લખી રહ્યા છે, અને ટ્રોલ કરી રહ્યા છે. જે અસ્વીકાર્ય છે. પાર્ટીએ વધુમાં કહ્યું કે, આ બંધારણીય જોગવાઇઓનું ઉલ્લંઘન છે. જે કાયદા અનુસાર આવા વ્યકિતઓને સજા થવી જોઇએ.