ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રિલાયન્સ-બીપીની તેલ બ્લૉક માટે પ્રથમ બિડ; વેદાંતાએ 30 તો ONGCએ 20 બ્લૉક માટે લગાવી બોલી - Gujarat news

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને તેની બ્રિટિશ ભાગીદાર કંપની B.P. PLCએ તાજેતરના લાઇસન્સિંગ રાઉન્ડમાં ઓઇલ અને ગેસ હરાજીમાં 8 વર્ષમાં પહેલી વખત વખત બિડ કરી છે. રિલાયન્સ-બીપીએ 32 ઓઇલ બ્લૉક પૈકીના એક માટે બિડ કરી છે.

delhi

By

Published : May 17, 2019, 11:18 AM IST

તો, ખનન ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતાએ 30 બ્લૉક જ્યારે ONGCએ 20 બ્લૉક માટે બિડ કરી છે. ઓપન ઝોન લાઇસન્સિંગ પોલિસી (OALP)ના બીજા રાઉન્ડમાં 14 તેલ અને ગેસ સંશોધન બ્લૉક્સ અને ત્રીજા રાઉન્ડમાં 18 તેલ અને ગેસ બ્લૉક્સ અને 5 કોલ બેડ મિથેન (CBM)ની ઓફર કરવામાં આવી હતી. બુધવારે આ ઓફર બંધ થઈ.

સુત્રોની જાણકારી મુજબ વેદાંતાએ 30 ક્ષેત્ર માટે બિડ કરી છે. OALPના પહેલા રાઉન્ડમાં વેદંતાએ 55માંથી 41 બ્લૉક મળ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, ઑઈલ એન્ડ નેચરલ ગેસ કૉર્પોરેશન (ONGC)એ 20 બ્લૉક માટે જ્યારે ઑઈલ ઇન્ડિયા લિમિટેડે 16 બ્લૉક માટે બિડ કરી છે.

ઇન્ડિયન ઑઈલ કૉર્પોરેશન, ગેસ ઇન્ડિયા અને સનપેટ્રોએ 2-2 બ્લૉક માટે બિડ જમા કરી છે. રિલાયન્સ-B.P.એ કૃષ્ણા ગોદાવરી બેસિનમાં આક બ્લૉક માટે બિડ કરી છે. B.P. PLCએ પહેલીવાર ભારતમાં તેલ બ્લૉક માટે બિડ જમા કરી છે. B.P.એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 21 તેલ અને ગેસ બ્લૉકમાં 30 ટકા હિસ્સો ખરીદીને 2011માં દેશમાં પ્રવેશ કર્યો હતો.

તાજેતરમાં તેમાંથી કોઈ એકને છોડી બાકી બધી પાછી ફરી. મુકેશ અંબાણીની સ્વામિત્વવાળી રિલાયન્સ ઇન્ટસ્ટ્રીઝે નવા અન્વેષણ લાઇસન્સિંગ પોલિસી (OALP)ના 9માં રાઉન્ડમાં તેણે પોતાના 6 બ્લૉક માટે બિડ કરી હતી પરંતુ તેને કોઈ બ્લૉક મળ્યો નહી.

સુત્રોની જાણકારી મુજબ, રિલાયન્સ-B.P.એ તે બ્લૉક માટે બિડ કરી છે, જેને B.P.એ રૂચિપત્ર આમંત્રણ દરમિયાન પસંદ કર્યા હતા. દેશમાં જુલાઈ 2017માં તેલ અને ગેસ ક્ષેત્રમાં નવી નિતીની શરુઆત કરવામાં આવી. તેમાં કંપનીઓને તેમની પસંદગીના ક્ષેત્રને પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. આ હેઠળ દેશમાં 28 લાખ કિલોમીટર ક્ષેત્રમાં કામ શોધવાની શરૂઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details