આજે આપણે પોતાની 73મી આઝાદીનું વર્ષ ઉજવી રહ્યાં છે, તો ફક્ત તેમના કારણે જેમણે પોતાની જીંદગીની પરવાહ કર્યા વિના ભારત માટે શહીદ થઈ ગયા હતાં.
બિહારના શ્રીચંદ મંદિર સાથે ગાંધીનો છે વિશેષ સંબંધ, અહેવાલમાં વાંચો આ રસપ્રદ વાત મોહનદાસ કરમચંદ ગાંધીએ સત્ય અને અહીંસાને પોતાનુ એવું ઘાતક અને નિશ્ચિત હથિયાર બનાવ્યું હતું, જેની સામે દુનિયાના સૌથી તાકતવર બ્રિટિશ સામ્રાજ્યને પણ ઝુકવું પડ્યુ હતું. આવો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પોરબંદના મોહનદાસને બિહારના બક્સરની ઘટનાઓએ મહાત્મા બનાવી દીધા.સત્યાગ્રહ આંદોલનમાં બક્સરની ભૂમિકાને નકારી શકાય તેમ નથી. અહિંસા માટે જાણીતા સાબરમતીના સંતે સમગ્ર શાહાબાદમાં સ્વતંત્રતા આંદોલનની નીવ મૂકી હતી. કારણ કે અહિંસા પરમોધર્મના પૂજારી મહાત્મા ગાંધીનું આગમન બક્સરમાં પાંચ વખત થયુ હતું. તેમના સાદગી ભર્યા વિચાર આજે પણ લોકોને પ્રેરિત કરે છે. જેમને અસહયોગ આંદોલન દરમિયાન 11 ઑગસ્ટ 1921માં સવિનય અવજ્ઞા આંદોલન દરમિયાન 25 એપ્રિલ 1934માં બાપૂ અહીં આવ્યાં. તે પહેલા વર્ષ 1914, 1919માં મહાત્મા ગાધીએ બક્સરનો પ્રવાસ કર્યો હતો. 1947 પહેલાં અંગ્રેજી શાસનથી આઝાદી મેળવવા માટે દેશભરમાંથી હુંકાર ભરવામાં આવી હતી. વિશ્વામિત્રની પાવન નગરી બક્સરમાં તેનો વિશેષ પડઘો પડ્યો હતો. રાષ્ટ્રપિતાના આગમન પહેલા શ્રીચંદ મંદિરમાં થયું હતું. જ્યા રાત્રે સ્થાનીય આંદોલનકારીઓ સાથે બેઠક બાદ મહાત્મા ગાંધીએ ઐતિહાસિક કિલા મેદાન બનબીઘા મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી. આ મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયુ છે. જ્યાં ક્યારેક ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરૂ અને અનુગ્રહ નારાયણસિંહ રોકાયા હતાં.1917માં શરૂ થયેલા ચંપારણ આંદોલનથી લઇ 1942ના ભારત છોડો આંદોલન વચ્ચે ગાંધીજી જ્યારે બક્સર આવ્યાં. ત્યારે મહિલાઓમાં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલે જ આઝાદી માટે લાલાયિત મહિલાઓએ પોતાના ઘરેણાં ઉતારી ગાંધીજીને આપી દીધાં હતા.મહાત્મા ગાંધીની એ યાત્રાથી ત્યાંના આંદોલનકારીઓ એટલા પ્રભાવિત થયા કે ગાંધીના પરત ફરતા જ તેમણે બ્રિટિશ અધિકારીઓની હત્યા કરી ભારત માતાનો જયઘોષ કરી દીધો. એટલે જ શહીદ થયેલા સ્વતંત્રતા સેનાનીના પુત્ર ગૌરવ અનુભવી રહ્યાં છે.