નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરતીની ભવિષ્યની પેઢીઓ માટે સારી જગ્યા બનાવવા માટે સામુહિક પ્રયાસોનું આહ્વાન કર્યું હતું. તેમણે ટ્વીટર પર લખ્યું કે, 'વિશ્વ પર્યાવરણ દિવસ' પર આપણે આપણી પૃથ્વીની સમૃદ્ધ જૈવ વિવિધતાના સંરક્ષણની આપણી પ્રતિજ્ઞાને ફરી એકવાર અપનાવી જોઇએ. આવો આપણે સામુહિકરુપથી વનસ્પતિઓ અને જીવોની રક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ પ્રયાસો કરીએ જેનાથી પૃથ્વી સુરક્ષિત રહે.
PM મોદીએ લખ્યું કે, કદાચ આગામી પેઢીઓ માટે આપણે એક શાનદાર ધરતી બનાવી શકીએ. મોદીએ પોતાની હાલની મન કી બાત કાર્યક્રમમાં એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેમણે વિશ્વ પર્યાવરણ દિવસનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વર્ષની થીમ જૈવ-વિવિધતા છે જે આજની સ્થિતિમાં ખાસ કરીને પ્રાસંગિક છે. લોકડાઉનને કારણે અમુક અઠવાડિયામાં જીવનની ગતિ જરુર થોડી ધીમી પડી છે, પરંતુ તેણે આપણને આપણી આસપાસ પ્રકૃતિની સમૃદ્ધ વિવિધતા અથવા જૈવ વિવિધતા પર આત્મનિરીક્ષણનો એક અવસર પણ આપ્યો હતો.