નવજાતનું નામ રાખ્યું 'નાગરિકતા'
દિલ્હીના મજનૂંના ટિલ્લા પાસે રહેતા એક પાકિસ્તાની હિન્દુ પરિવારને ત્યાં નવજાત બાળકીનો જન્મ થયો છે, જેનું નામ નાગરિકતા રાખ્યું છે. છેલ્લા 7 વર્ષથી શરણાર્થી તરીકેનું જીવન જીવતા ઈશ્વર અને આરતીનું કહેવું છે કે, તેમનું બાળકી નાગરિકતા લઈને આવી છે. એટલા માટે અમે તેનું નામ નાગરિકતા રાખ્યું છે.
પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના ઘરે જન્મી 'નાગરિકતા' - નાગરિકતા
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ પણ જ્યાં અમુક જગ્યાએ લોકોમાં વિરોધમાં શરુ છે, ત્યાં બીજી બાજુ નાગરિકતાના સપના જોતા લોકો માટે ખુશીના સમાચાર પણ આવ્યા છે. દિલ્હીમાં રહેતા એક પાકિસ્તાની હિન્દુ શરણાર્થીને ત્યાં નવજાતનો જન્મ થયો છે, જેનું નામ 'નાગરિકતા' રાખ્યું છે.
newborn daughter nagrikta
બિલ પાસ થયા પહેલા નવજાતનો જન્મ થયો હતો.
પોતાની મા મીરા સાથે ભારત આવેલા ઈશ્વર જણાવે છે કે, તેમનું સપનું હતું કે, તેમને ભારતની નાગરિકતા મળી જાય, અને હવે આ સપનું પુરુ થવા જઈ રહ્યું છે. લોકસભામાં બિલ પાસ થયાના એક દિવસ પૂર્વે જ બાળકીનો જન્મ થયો તેથી તેનું નામ નાગરિકતા રાખ્યું છે.