ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકશાહી અને બદનક્ષી

લોકશાહીમાં ભિન્નમત એ મૂળભૂત બાબત છે. ભારતના બંધારણે વિપક્ષના નેતાના હોદ્દાને કાયદાકીય સ્થાન આપીને આ બાબત પર ભાર મૂક્યો જ છે. જોકે બંધારણના શપથ ખાનારા રાજકીય પક્ષો હાલમાં બધા જ નીતિનિયમોને નેવે મૂકીને ચાલી રહ્યા છે. બ્રિટિશ સામ્રાજ્યે ઘડેલા બદનક્ષીના કાયદાનો આજે પણ ઉપયોગ કરીને વર્તમાન શાસકો અખબારી સ્વાતંત્ર્યને દબાવી દેવાની કોશિશ કરે છે.

By

Published : Jun 2, 2020, 7:55 PM IST

a
લોકશાહી અને બદનક્ષી

હૈદરાબાદઃ હાલમાં જ મદ્રાસ હાઈ કોર્ટે ચોથી જાગીરની સત્તાને મર્યાદિત કરવાના સરકારના પ્રયાસોની ટીકા કરી હતી. પોતાનો વિરોધ કરનારા દરેકને દબાવી દેવા માગતી સરકારો કોર્ટના આ ચુકાદને ધ્યાનમાં લેશે કે નહિ?

જયલલિતાને પુત્તાચી થલૈવી (ક્રાંતિકારી નેતા) કહેવામાં આવતા હતા. તેઓ બદલાની રાજનીતિ કરવા માટે જાણીતા હતા. તેઓ પ્રકાશનો, અખબારો, ન્યૂઝ ચેનલો અને મીડિયાને દબાવી દેવા માટે બદનામ થયા હતા. પોતાની સરકારની ગરબડો વિશે લખે તેમની સામે બદનક્ષીનો કેસ કરીને તેમને પરેશાન કરતા હતા. 2011થી 2013 સુધીમાં જયલલિતાની સરકારે 25થી વધારે બદનક્ષીના કેસ દાખલ કર્યા હતા. ધ હિન્દુ, નકીરન, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, દિનામલાર, તમિળ મુરાસુ, મુરાસોલી અને દિનાકરણ જેવા અખબારો વિરુદ્ધ તેમણે ડિફેમેશનના દાવા કરી દીધા હતા.

એઆઈએડીએમકેના કાર્યકરોએ નકીકરના કાર્યાલય પર હુમલો કર્યો હતો, કેમ કે શાસક પક્ષની લાપરવાહી સામે ડીએમકેએ ધરણાં કર્યા હતા તેના સમાચાર તેને છાપ્યા હતા. જયલલિતાની સરકાર ચેન્નઈમાં કોલેરાને કાબૂમાં લેવા નિષ્ફળ ગઈ તેની સામે દેખાવો કરાયા હતા.

જસ્ટિસ અબ્દુલે ચુકાદો આપ્યો કે સરકારી અમલદારો કે બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકોએ વ્યક્તિગત વેર ખાતર બદનક્ષીના કાયદાનો ઉપયોગ કરવો જોઈએ નહિ તે નેતાઓ માટે સૂચક ચુકાદો છે. ન્યાયાધીશે વધુમાં જણાવ્યું હતું કે અમલદારો અને ચૂંટાયેલા નેતાઓ જનતા પ્રતિ જવાબદેહ છે. તેથી તેમણે ટીકાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

નાગરિકો ટીકા કરે તેને સરકારે વડીલ તરીકે સહન કરી લેવા જોઈએ તેવું હાઈ કોર્ટનું સૂચન વખાણવાલાયક છે. ન્યાયાધીશે કહ્યું કે રાજ્ય સરકારોએ ફોજદાર પ્રકારના બદનક્ષીના દાવા કરતાં પહેલાં વધારે સાવધ, સંયમી અને ગંભીર બનવું જોઈએ.

જસ્ટિસ અબ્દુલના ચુકાદાએ બીજા પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે. તેમણે એ બાબત તરફ ધ્યાન દોર્યું કે સેક્શન 199(2) હેઠળ ઘણી વ્યક્તિઓ તથા કંપનીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે, પણ તેમાં ક્યાંય રાજ્ય સરકારની બદનક્ષીનો ઉલ્લેખ નથી. મુખ્ય પ્રધાનની કે સરકારની બેદરકારીની ટીકા કરવી તે કંઈ બદનક્ષી કર્યાની વ્યાખ્યામાં આવતી નથી.

આમ છતાં એઆઈએડીએમકેની સરકારે 2012થી 2020 સુધીમાં એક પછી એક 226 ડિફેમેશનના કેસીઝ દાખલ કરેલા છે. 2016માં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન જયલલિતાની તબિયત વિશે અહેવાલો આપનારા વિરુદ્ધ બદનક્ષીનો કેસ કરવાનો શું અર્થ છે. સર્વોચ્ચ અદાલતે આવી ટકોર કરી તે છતાં એઆઈએડીએમકેની સરકાર સુધરી નહોતી.

બે વર્ષ પહેલાં કોંગ્રેસના નેતા કે. કે. મિશ્રાએ આક્ષેપ કર્યો હતો કે મહત્ત્વની સરકારી જગ્યાઓ પર (મધ્ય પ્રદેશના તે વખતના મુખ્ય પ્રધાન) શિવરાજસિંહ ચૌહાણની પત્નીના સગાઓને ગોઠવી દેવામાં આવ્યા છે. વ્યાપમ ગોટાળાના આરોપીઓ સાથે ભાજપની સરકારની સાંઠગાંઠ છે એવા આક્ષેપો પણ મૂકેલા. મિશ્રા સામે બદનક્ષીનો કેસ કરવામાં આવેલો અને તેમાં તેમને બે વર્ષની કેદની સજા થયેલી. પરંતુ તેમનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા ત્યારે કાઢી નાખવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફરિયાદી પક્ષે યોગ્ય રીતે પુરાવાને ચકાસ્યા નથી. સુપ્રીમ કોર્ટે કહેલું કે ચૌહાણ કે તેમના પત્ની વ્યક્તિગત રીતે કેસ કરવા માગતા હોય તો કરી શકે છે. કોર્ટે મધ્ય પ્રદેશની સરકારને ચેતવણી આપેલી કે વ્યક્તિગત કારણોસર ડિફેમેશનના કેસનો ઉપયોગ કરી શકાય નહિ.

કેજરીવાલે સરકારનો ઉઘડો લીધો તેના કારણે તેમની સામે ચાર કેસ દાખલ કરી દેવામાં આવ્યા હતા. તેમણે પણ સુપ્રીમ કોર્ટમાં તેની બંધારણીય યોગ્યતાને પડકારી હતી. જોકે કેજરીવાલ પોતે સત્તા પર બેઠા તે પછી તેમની સરકારે જ ધમકી ઉચ્ચારેલી કે કોઈ સરકારની આબરૂને બટ્ટો લગાવવાની કોશિશ કરશે તો તેમની સામે બદનક્ષીનો દાવો કરવામાં આવશે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે પોતે જ કેજરીવાલના આવા બેવડા ધોરણ તરફ ધ્યાન દોર્યું હતું.

યુએસ, યુકે અને શ્રીલંકા જેવા દેશોમાં બદનક્ષીના કાયદાને બંધારણમાંથી હટાવી દીધા છે. ભારતે કટોકટીની સ્થિતિમાં તેનો ઉપયોગ કરવા માટે કાયદો જાળવી રાખ્યો. સુપ્રીમ કોર્ટે તેના દુરુપયોગ સામે ચેતવણીઓ આપી છે, છતાં રાજકીય નેતાઓ લોકોના વિરોધને દાબી દેવા માટે, વ્યક્તિ દુશ્મની, રાજકીય બદલાની ભાવનાથી તેનો દુરુપયોગ કરતા જ રહે છે. અખબારી સ્વાતંત્ર્યને જાળવી રાખવા માટે હાલના બદનક્ષી કાયદાને બદલી નાખવો જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details