ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટ: કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 9195 પર પહોચ્યો, 1.49 લાખથી વધુ એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસને લઈને કેટલાક દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. કોરોના સંક્રમિત વ્યક્તિથી સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સ્વાસ્થ્ય મંત્રાલયે સલાહ આપી છે.

COVID-19 cases
COVID-19 cases

By

Published : Jun 14, 2020, 1:20 PM IST

નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 9195 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જાહેર કરેલા આંકડા અનુસાર કુલ 35 પ્રદેશોમાં 1,49,348 કેસ એક્ટિવ છે. ગુજરાતમાં કોરોના વાઈરસથી 1448 લોકોના મોતની સાથે સંક્રમણનો આંકડો 23038 પહોચ્યોં છે. રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 5707 થઈ છે. જ્યારે સંક્રમણનો આંકડો 15883 પર પહોચ્યો છે.

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો આંકડો ચિંતાજનક છે. દિલ્હીમાં કોરના સંક્રમણની કુલ સંખ્યા 38958 થઈ છે. મૃત્યુઆંક 1271 પર પહોચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 22742 થઈ છે.

કોરોના વાયરસના સૌથી વધુ સંક્રમિત કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા 104568 થઈ છે. મૃત્યુઆંક 3830 છે. એક્ટીવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં 51392 કેસ એક્ટીવ છે. આસમના સ્વાસ્થ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, આસમમાં 207 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ સંખ્યા 3900 થઈ છે. જેમાં એક્ટિવ કેસ 2084 છે.

ગત 24 કલાકના આંકડા મુજબ કોરોનાથી દેશમાં 311 લોકોના મૃત્યું થયા છે. સંક્રમિતની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 11,929 સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details