તો બીજી બાજું આ બ્લોગ પર વડાપ્રધાન મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, અડવાણીજીએ ભાજપના મખ્ય સારાંશને આબેહૂબ રજૂ કર્યો છે. ખાસ કરીને 'દેશ પહેલા, પાર્ટી બાદમાં અને પોતે અંતમાં' જે માર્ગદર્શન સૂત્ર છે.
મોદીએ આગળ લખ્યું હતું કે, તેમને ભાજપના કાર્યકર હોવા પર ગર્વ છે. એ વાત પર પણ ગર્વ છે કે અડવાણી જેવા નેતાઓ ભાજપને મજબૂત કર્યું છે.
મમતા બેનર્જીએ પણ પોતાના ટ્વીટરમાં લખ્યું હતું કે, અડવાણીજી વરિષ્ઠ રાજનેતા, પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના સંસ્થાપક રહ્યા છે.
મમતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, લોકતંત્રમાં વધતા જતા શિષ્ટાચારમાં અડવાણીજી સલાહ ઘણી મહત્વની છે. મમતા કહ્યું હતું કે, હું અડવાણીજી નિવેદનનું સ્વાગત કરુ છું. હું તેમને શુભકામનાઓ આપું છું. વધું તેમણે કહ્યું હતું કે, ચોક્કસપણે એ વાત સાચી છે કે, વિપક્ષમાં અવાજ ઉઠાનારામાં તમામ લોકો દેશદ્રોહી હોતા નથી.
આપને જણાવી દઈએ કે, અડવાણીએ ગઈ કાલે મોડી સાંજે 'એક નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ' શીર્ષક હેઠળ બ્લોગ લખ્યો છે.