નવી દિલ્હી: આવારા તત્વો દ્વારા હુમલામાં ઇજાગ્રસ્ત પત્રકાર વિક્રમ જોષીનું હોસ્પિટલમાં ચાલતી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સોમવારે રાત્રે પત્રકાર પર ટીખરોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે SSPએ સ્થાનિક પોલીસ ચોકીના ઇન્ચાર્જને સસ્પેન્ડ કર્યા છે. ઇન્ચાર્જને પહેલાથી જાણકારી હતી કે, પત્રકાર પર હુમલો થવાનો છે, તેમ છતાં પણ પોલીસે કોઇ પગલા લીધા ન હતાં.
આ ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરતા 9 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીનું નામ રવી છે.
મળતી માહિતી મુજબ આરોપી રવી અને તેના સાથીઓએ ઘાત લગાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પત્રકાર પોતાની બહેનના ઘરેથી બાઇક પર નિકળ્યા હતા, ત્યારે બનાવેલા પ્લાનિંગ મુજબ ટીખરો રોડ પર જ બેઠા હતાં. પત્રકાર આવતાની સાથે જ તેને ચારેય તરફથી ધેરી લીધો હતો અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં સારવાર દરમિયાન પત્રકારનું અંતે મોત નિપજ્યું હતું.