ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું હતું કે, ત્રિપુરામાં 11 એપ્રિલે 168 મતદાન મથકો પર મતદાન પ્રભાવિત થયું હતું જેને લઈ હવે 12 મેના રોજ ફરી વખત ત્યાં મતદાન થશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ફરી વખત મતદાન માટે ત્યાં પહેલાથી કોઈ અઘટીત ઘટના ન ઘટે તે માટે ત્યાં અર્ધસૈનિકના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે જે 11 એપ્રિલથી ત્યાં જ ફરજ પર છે.