ચૂંટણી પંચે બુધવારે આપેલી જાણકારી મુજબ જોઈએ તો 18 એપ્રિલે ધર્મપુરીમાં આઠ મતદાન કેન્દ્રો પર તિરુવલ્લુરમાં એક, કુડ્ડાલોરમાં એક, એરોડમાં એક તથા થેનીમાં બે કેન્દ્રો પર ફરી વખત મતદાન થશે.
તમિલનાડૂમાં 13 મતદાન મથક પર 19 મેના રોજ ફરી વખત મતદાન થશે - tamilnadu
ન્યૂઝ ડેસ્ક: ચૂંટણી પંચે તમિલનાડૂની પાંચ સંસદીય વિસ્તારના 13 મતદાન મથકો પર 19 મેના રોજ ફરી વખત મતદાન થશે. ચૂંટણી પંચે આ અંગે એક જાહેરાત કરી જાણકારી આપી હતી.
ians
આ 13 મતદાન કેન્દ્રો પર પૂનામાલી, પપ્પીરડ્ડીપટ્ટી, પનરુતિ, કાંગેયમ, અંડીપટ્ટી અને પિરાયકુલમ વિધાનસભાઓમાં આવે છે જ્યાં 19 મેના રોજ પેટાચૂંટણી થશે.
પ્રદેશમાં 13 જિલ્લાઓમાં 46 મતદાન મથકો પર ખરાબીની જાણકારી મળી હતી ત્યાર બાદ આ નિર્ણય લેવાયો છે.