RBIએ બુધવારે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશની તમામ ખાનગી, રાષ્ટ્રીયકૃત, સહકારી અને ગ્રામીણ બેંકોને એટીએમના પાંચ ફ્રી ટ્રાન્જેક્શન મુદ્દે મહત્વનો નિર્દેશ અપાયો છે. આરબીઆઈએ પોતાના પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, RBIના ધ્યાનમાં એવું આવ્યુ છે કે, બેંકો દ્વારા તકનીકી ખરાબીના કારણે ફેઈલ થયેલુ ટ્રાન્જેક્શન ઉપરાંત ચેકબુક રિક્વેસ્ટ અથવા બેલેન્સ ઈન્કવાયરીને પણ પ્રત્યેક મહિને મળતાં ફ્રી પાંચ ટ્રાન્જેક્શનમાં ગણી લેવામાં આવતાં હતાં. છઠ્ઠા ટ્રાન્જેક્શનથી ધડાધડા ચાર્જ વસુલાય છે.આવ્યુ છે કે, આવા નોન-કેશ ટ્રાન્જેક્શનને ફ્રી ટ્રાન્જેક્શન ગણવા નહી. આ પ્રકારના તમામ ટ્રાન્જેકશનને ફેઈલ ટ્રાન્જેકશન ગણવા અને તેના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલ કરવાનો રહેશે નહીં. આ ઉપરાંત RBIએ પણ સ્પષ્ટતા કરી છે કે, નાણાંની લેવદ-દેવડ સીવાયના કોઈ પણ ટ્રાન્જેક્શન જેમ કે, ATMમાં રોકડ ન હોવી, ઈનવેલીડ પીન, વેલીડેશન ઈન્કાવાયરી વગેરેને વેલીડ ATM ટ્રાન્જેકશન ગણવા નહીં.
ATM માંથી પાંચ ફ્રી ટ્રાન્જેક્શન બાબતે RBIનો બેંકોને મહત્વપૂર્ણ નિર્દેશ - RBI
ન્યુઝ ડેસ્કઃ ભારતીય રિઝર્વ બેંક દ્વારા દેશની તમામ બેંકોને સ્પષ્ટ આદેશ કરાયો છે કે, ATM પર થતાં ફેઈલ ટ્રાન્જેક્શન અથવા બેલેન્સ ઈન્કવાયરી, ચેકબુક રિક્વેસ્ટ વગેરે નોન-કેશ ટ્રાન્જેક્શને પ્રત્યેક મહિને ગ્રાહકોને મળતાં પાંચ ફ્રી ટ્રાન્જેક્શનમાં ગણાશે નહીં. માત્ર નાણાંની લેવડ-દેવડ જ ફ્રી ટ્રાન્જેક્શન ગણાશે. RBIનાં આ પરિપત્રથી એટીએમ ધારકોને લાખો રુપિયાની બચત થશે.
ATMથી પાંચ ફ્રી બાબતે RBIનો બેંકોને મહત્વપૂર્ણ નિર્દેશ
અત્યારસુધી ગ્રાહકોને બેંકો દ્વારા ATM માંથી પાંચ ફ્રી ટ્રાન્જેકશનની સવલત મળતી હતી. આ પાંચ ફ્રી ટ્રાન્જેક્શનમાં કેશ ઉપરાંત, નોન કેશ ટ્રાન્જેકશનનો પણ સમાવેશ થતો હતો. ઘણી વખત ટેકનીકલ ખામીઓના કારણે એક ATMમાંથી બીજા ATMમાં સેવાઓ લેવા ગ્રાહકોના નાણાં અને સમયનો વ્યય થતો હતો.
નાણાંકીય લેવડ-દેવડ સિવાયના તમામ ટ્રાન્જેક્શનને ગ્રાહકોને મળતાં પાંચ ફ્રી ટ્રાન્જેકશનનાં નહીં ગણવા માટેના RBIના આ નિર્દેશથી ATMધારકોનાં લાખો રુપિયાની બચત થશે.
Last Updated : Aug 15, 2019, 10:00 AM IST