આ ફિલ્મનું ટ્રેલર એક સામન્ય માણસનું જાસૂસ બનાવાથી શરૂ થાય છે. જેના પરિવારમાં એક માઁ છે, પરંતુ તેના જીવનનો હેતું દેશભક્તિ છે. આ ડ્યૂટીને પુરી કરવા માટે તેને તૈયાર કરવામાં આવે છે. બાદમાં એક સિક્રેટ મિશન પર પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. ફિલ્મની કહાની સાત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મ એક જાસૂસ કહાની છે, જે પોતાની જાનની પરવા કર્યા વગર પાકિસ્તાનમાં જાય છે. ત્યાં આર્મીમાં ભરતી થઈને ભારતીય સેના માટે કામ કરે છે. મહત્વનું છે કે, આ ફિલ્મમાં જાસૂસનું જે પાત્ર છે, તેણે 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મમાં જ્હોન અબ્રહમ પહેલીવાર 18થી 20 અલગ-અલદ લુકમાં જોવા મળશે. ફિલ્મની શૂટિંગ દરમિયાન પોતાના લુકને છુપાવી રાખવા ધણી મેહનત કરી હતી. જ્હોન અબ્રહમ સિક્રેટ એજ્ન્ડાનો રોલ કરી રહ્યો છે. ફિલ્મની શૂટિંગ નેપાળ, ગુલમર્ગ અને શ્રીનગરમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના વિષય વસ્તુમાં પાકિસ્તાનનો પણ મહત્વનો રોલ ભજવે છે. આ હિસ્સાની શૂટિંગ માટે ગુજરાતમાં પાકિસ્તાનો સેટ બનાવામાં આવ્યો હતો.