મુંબઈ: કોરોના વાઇરસના કારણે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કર્ણાટકમાં હાઇપ્રોફાઇલ લગ્ન જોવા મળ્યાં હતાં. પૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી. કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીએ રાજ્યના પાટનગર બેંગલુરુથી લગભગ 28 કિમી દૂર એક ફાર્મહાઉસમાં પૂર્વ પ્રધાનની પૌત્રી રેવતી સાથે લગ્ન કર્યા છે. કર્ણાટકની રાજધાનીથી લગભગ 28 કિમી દૂર રામનાગરા ખાતેના ફાર્મહાઉસમાં આ સમારોહ યોજાયો હતો.
સમારોહના ફોટા પરથી સ્પષ્ટ દેખાય છે કે કોઈએ માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કર્યું નહતું. આ સમાચાર પર બોલિવૂડના સ્ટાર્સે પ્રતિક્રિયાઓ આપી હતી. રવિના ટંડને આ સંદર્ભમાં એક ટ્વીટ કર્યું છે, જે ટ્રેન્ડિંગ કરી રહ્યું છે.
રવિના ટંડને નિખિલ કુમારસ્વામીના લગ્ન વિશે લખ્યું: "સારું. એ સ્પષ્ટ છે કે આ લોકોને ખબર નથી કે દેશમાં ઘણા લોકો પોતાના પરિવારો સુધી પહોંચવામાં અસમર્થ છે અને ભૂખથી મરી રહ્યા છે." જ્યારે બાકીના લોકો સંકટની આ ઘડીમાં ગરીબોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આશ્ચર્ય છે કે, બુફેમાં શું પીરસવામાં આવ્યું હતું. "રવિના ટંડન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ખૂબ જ કાળજી સાથે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે.
શુક્રવારે, બે રાજકીય પરિવારોના આ લગ્ન સમારોહમાં કોઈ મહેમાન ન હતા. જોકે બધી પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. પરિવાર અને સબંધીઓ, વરરાજાના પિતા પૂર્વ મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીના ફાર્મહાઉસમાં હાજર હતા. અભિનેતાથી રાજકારણી બનેલા નિખિલે ગયા વર્ષે કુટુંબના ગઢ માંડ્યાથી રાષ્ટ્રીય ચૂંટણી લડી હતી, પરંતુ તે હાર્યો હતો. તેના પરિવારજનોએ અગાઉ કુમારસ્વામી વિધાનસભા મત વિસ્તાર રામનાગરામાં ભવ્ય ઉજવણી કરી હતી.
કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 300થી વધુ કેસ નોંધાયા છે અને રાજ્યમાં વાઇરસને કારણે 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.