ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૈદરાબાદમાં દુષ્કર્મની હારમાળા, હેવાનિયતની હદ્દ વટાવતું 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ

હૈદરાબાદ: શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. આંધપ્રદેશના ગોદાવરી જિલ્લામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે પૉક્સો એકટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

By

Published : Dec 2, 2019, 12:43 PM IST

etv bharat
etv bharat

આંધપ્રદેશના ગોદાવરી જિલ્લામાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. 8 વર્ષની બાળકી સાથે બનેલા દુષ્કર્મની ઘટના મામલે 16 વર્ષના નાબાલીક પર આરોપ છે. નાબાલીક બાળકીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદ બાદ જાંગારેડ્ડી ગુડેમના ડી.સી.પી ઘટના સ્થળે પહોચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોટોક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્યુઅલ એક્ટ (પૉક્સો એક્ટ ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details