ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાણા કપુરની પુત્રીને લંડન જતા એરપોર્ટ પર જ અટકાવાઇ - યસ બેંકના સ્થાપક રાણા કપૂર

યસ બેંકના સ્થાપક રાણા કપૂરની પુત્રી રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પર દેશની બહાર જતા અટકાવવામાં આવી હતી. તે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં લંડન જઈ રહી હતી.

રાણા કપુરની પુત્રીને લંડન જતા એયરપોર્ટ પર જ અટકાવાઇ
રાણા કપુરની પુત્રીને લંડન જતા એયરપોર્ટ પર જ અટકાવાઇ

By

Published : Mar 9, 2020, 6:57 AM IST

Updated : Mar 9, 2020, 3:22 PM IST

મુંબઇ: યસ બેન્કના સ્થાપક રાણા કપૂરની પુત્રી રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પર દેશની બહાર જતા અટકાવી દીધી હતી. તે બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં લંડન જઈ રહી હતી.

આ પહેલા EDએ રાણા કપૂર, તેની પત્ની બિંદુ કપૂર, પુત્રીઓ રાખી કપૂર ટંડન, રાધા કપૂર અને રોશની કપૂર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ફટકારી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સી દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર થતાં રોશની કપૂરને મુંબઇ એરપોર્ટથી જ જતા અટકાવી હતી. અધિકારીએ જણાવ્યું કે રોશની લંડન જવાની હતી. જોકે, પ્રવાસ માટેના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. ઇમિગ્રેશન ઓથોરિટીએ તેને રોક્યા બાદ રોશની કપૂરને EDની તપાસમાં જોડાવા કહેવામાં આવ્યું હતું.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને શંકા છે કે કપૂર અને તેની બે પુત્રીઓએ કથિત રીતે DHFL પાસેથી લાંચ લીધી છે. કપૂરની બંને પુત્રીઓ ડ્યુટ અર્બન વેંચર્સના ડિરેક્ટર છે.

Last Updated : Mar 9, 2020, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details