ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લંડન જઇ રહેલી રાણા કપૂરની પુત્રીને મુંબઇ એરપોર્ટ પર રોકવામાં આવી - મુંબઇ એરપોર્ટ

યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની પુત્રી રોશની કપૂરને મુંબઇના એરપોર્ટ પરથી દેશ બહાર જતા રોકવામાં આવી છે. તે બ્રિટિશ એરવેઝની ફ્લાઈટથી લંડન જઇ રહી હતી.

yash bank owner
yash bank owner

By

Published : Mar 8, 2020, 8:02 PM IST

મુંબઇઃ યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની પુત્રી રોશની કપૂરને મુંબઇના એરપોર્ટ પર દેશની બહાર જવા માટેથી રોકવામાં આવી હતી.

પ્રવર્તન મંત્રાલય (ED)ને શંકા હતી કે, કપૂર અને તેની બે પુત્રીઓને કથિત રૂપે ડીએચએફએલ પાસેથી લાંચ લીધી છે. કપૂરની બન્ને પુત્રીઓ ડૂઇટ અર્બન વેંચર્સની નિર્દેશક છે.

આ 4,450 કરોડ રૂપિયાની રાશી આ 13,000 કરોડ રૂપિયાનો એક ભાગ છે, જે ડીએસએફએલ પાસેથી લેવામાં આવ્યા અને તેના માટે 79 ડમી કમ્પનીઓનો ઉપયોગ થયો હતો, જેમાં ડૂઇટ અર્બન વેંચર પણ છે.

EDના અધિકારીએ કહ્યું કે, તપાસ દરમિયાન ઘણાબધા ભ્રામક દસ્તાવેજો મળ્યા હતા અને એજન્સીએ ડીએચએફએલના પ્રમોટર અને અન્ય કમ્પનીઓ સાથેના સંબંધની પણ તપાસ કરવામાં આવી છે.

આ પહેલા પ્રવર્તન મંત્રાલય (ED)ને મની લોન્ડ્રીંગ મામલામાં રાણા કપૂરની ધરપકડ કરી છે. ત્યારબાદ મુંબઇની એક વિશેષ અદાલતે કપૂરને 11 માર્ચ સુધી પ્રવર્તન મંત્રાલય (ED)ના સકંજામાં મોકલ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details