નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈ કવાયત શરૂ થઈ ગઈ છે. બુધવારે અટલે કે રામમંદિરને લઈ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બધા સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ લોક કલ્યાણ માર્ગ પર સાંજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બધા સભ્યો પીએ મોદી સાથે મુલાકાત કરશે.
રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષે કહ્યું- એક-બે મહિનામાં મંદિર બનવાનું શરૂ થશે, ટ્ર્સ્ટીઓની આજે PM મોદી સાથે મુલાકાત - ram mandir news
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન લોક કલ્યાણ માર્ગ પર સાંજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બધા સભ્યો PM મોદી સાથે મુલાકાત કરશે. નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતાં પહેલા ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલદાસે જણાવ્યું હતું કે, મંદિર એક-બે મહિનામાં બનવાનું શરૂ થઈ જશે. વડાપ્રધાન મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના કાર્યકાળમાં જ રામ મંદિર બનીને તૈયર થઈ જશે.
f
આ અગાઉ બુધવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના બધા સભ્યની બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં. આ સાથે જ મહંત નૃત્ય ગોપાલદાસને ટ્રસ્ટના અધ્યક્ષ અને ચંપત રાયને મહાસચિવ બનાવવામાં આવ્યાં હતાં.
નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરતાં પહેલા ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલદાસે જણાવ્યું હતું કે, મંદિર એક-બે મહિનામાં બનવાનું શરૂ થઈ જશે. વડાપ્રધાન મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના કાર્યકાળમાં જ રામ મંદિર બનીને તૈયર થઈ જશે.